________________ 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક 301 અમૃતકુંડની સ્થિરતાના રક્ષક મુનિ છે. 4 मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः / शोभते विरतिज्ञप्ति-गङ्गागौरीयुतः शिवः // 5 // - ભાષાર્થ - સાધુ, અધ્યાત્મરૂપ કૈલાશ ઉપર સદ્દ અસદુ નિર્ણય એટલે વિવેકરૂપ બળદ ઉપર બેઠેલે તથા ચારિત્રકલા (વિરતિ) અને જ્ઞાનકલારૂપ ગંગા અને ગૌરી (ભાગીરથી અને પાર્વતી) સહિત શિવ સમાન શોભે છે. અનુવાદ :- અધ્યાત્મ-કૈલાસે વસે વિવેક પિ િજાણ વિદ્યા વિરતિ ગંગા ઉમા મહાદેવ મુનિ માન. 5 || જ્ઞાનમંજરી ––અહીં ત્રણ લેકમાં મહાદેવ, કૃષ્ણ અને બ્રહ્માની ઉપચારિક ઉપમા આપી છે. કૈલાસને શોભાવનાર, કે સૃષ્ટિને સર્જનાર કે ગંગાની ઉત્પત્તિનું સ્થાન કોઈ તે વ્યક્તિએ નથી પરંતુ તે લેક્તિ છે. તેથી શ્લેષ અલંકાર માટે માત્ર વાક્ય પદ્ધતિ છે, સત્ય નથી. તત્ત્વજ્ઞાની મુનિ, આત્મ-સ્વરૂપની એકતા(અધ્યાત્મ)રૂપ કૈલાસ નામના સભાસ્થાનમાં, સ્વપરના વિવેકરૂપ પિઠિયા ઉપર બેઠેલા, આસવની નિવૃત્તિ કરનાર ચારિત્રકા (વિરતિ) અને શુદ્ધ ઉપગ કે જ્ઞાનકલા (જ્ઞપ્તિ) જ જાણે ગંગા (શિવના માથા ઉપર વિરાજની ભાગીરથીની ધારા) અને ગૌરી (પાર્વતી) સાથે હોય તેમ ઉપચારથી શિવ (રુદ્ર=મહાદેવ) સમાન શોભે છે; અથવા શિવ એટલે ઉપદ્રવ રહિત કલ્યાણ(મોક્ષ)રૂપ શેલે છે. રુદ્ર(મહાદેવ)નું વિદ્યાધરપણે ગંગા સહિત હોવું વિક્રિયા કાળે પાર્વતીને મનને રાજી કરવા પૂરતું જાણવું. પ