________________ 14 વિદ્યા-અષ્ટક 207 જ્ઞાનમંજરી - પ્રબળ બુદ્ધિશાળી લક્ષ્મીને સમુદ્રનાં માં સમાન ચંચળ વિચારે, આયુષ્યને વાયુની પેઠે સમયે સમયે વહી જતું અધ્યવસાય આદિ વિધ્રોવાળું ચિંતવે અને પુદ્ગલના કંધેથી રચાયેલું શરીર વાદળાં જેવું વિનાશશીલ વિચારે, તે યથાર્થ ચિંતન છે. ભાવના - આત્માની સંપત્તિ વિનાની પૃથ્વીકાયના સકંધ રૂપ સંપત્તિ-લક્ષ્મી નામની જ લક્ષ્મી છે, ખરી સંપત્તિ નથી, તેમજ જીવ જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખરૂપ ભાવ પ્રાણથી જ જીવે છે, અમુક કાળના આયુષ્યરૂપ જીવન તે બાહ્ય પ્રાણના સંબંધની સ્થિતિને આધારે કહેવાય છે. તે (આયુષ્ય-સ્થિતિ) આત્મસ્વરૂપ નથી, તથા વર્ણ-ગંધ-રસસ્પર્શ સહિત અચેતન શરીરરૂપ પિોટલું પોતાનું સ્વરૂપ નથી, તે પણ અસ્થિર છે. એ પ્રકારે જે અસ્થિર અને પરભાવ આત્મધર્મને હણનાર છે તેને પ્રતિબંધ (મેહ) શું કરે? તેને માટે પિતાના ચેતના આદિ ગુણોને પરભાવ ગ્રહણ કરવાની સન્મુખ કેશુ કરે ? તેથી આત્મામાં આત્મગુણેની પ્રવૃત્તિ થાય તે જ કર્તવ્ય છે. 3 शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे / देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः // 4 // ભાષાર્થ - કપૂર, કસ્તૂરી પ્રમુખ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ, તથા માતાનું રુધિર અને પિતાનું વીર્ય જે અશુચિ (અપવિત્ર) છે તેથી ઉત્પન્ન થયેલા એવા શરીરને વિષે જળ, માટી આદિ વડે પવિત્રપણાને ન ટળે તે ભયંકર ભ્રમ શ્રેત્રિયાદિ (વેદપાઠી બ્રાહ્મણદિ) મૂહને (હે મૂંઝાયેલાને) હેાય છે.