________________ 16 માધ્યસ્થ-અષ્ટક 237 હવે નયનું સ્વરૂપ વખાણે છે - અનેક ધર્મોના સમૂહવાળી વસ્તુના એક ધર્મ વડે વસ્તુને ખ્યાલ દર્શાવતું એક અંશ-દર્શક જ્ઞાન નય નામ ધરાવે છે. આ નિત્ય જ છે, આ અનિત્ય જ છે, એમ એકાંત જ્ઞાન, એક પક્ષના સ્થાપનરૂપ નય પિતાના અર્થને ગ્રહણ કરે તે મિથ્યાજ્ઞાન છે. સર્વનય સ્થાપન કરતું, સર્વ સ્વભાવાત્મક વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખતું, ગૌણ–મુખ્યપણે, જે કહેવાયું તે ઉપરાંતના સ્વભાવ નથી કહેવાયા તેને લક્ષ રાખતું એક અંશરૂપ જ્ઞાન નયજ્ઞાન કહેવાય છે. તે નય જે અન્ય નયને વિરોધ કરે, નિષેધ કરે છે તે દુર્નય એવું નામ પામે છે. સર્વ નયની અપેક્ષા સહિત સ્વરૂપની વૃત્તિરૂપ જ્ઞાન તે સુનય છે. સમ્મતિ તર્કમાં કહ્યું છે કે - तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा / अण्णोण्णणिस्सिआ पुण हवंति सम्मत्तसब्भावा // 21 // અર્થ - તેથી માત્ર પોતપોતાના પક્ષમાં સંલગ્ન બધાયે ન મિથ્યાદ્રષ્ટિ છે, પરંતુ એ જ બધા નયે પરસ્પર સાપેક્ષ હોય તે સમ્યકરૂપ બને છે. તે ને સાત છે, 1 નૈગમ, 2 સંગ્રહ, 3 વ્યવહાર, 4 જુસૂત્ર, 5 શબ્દ, 6 સમભિરૂઢ, 7 એવંભૂત. આમાંના ચાર દ્રવ્યનય અને ત્રણ ભાવનય છે, એમ પૂજ્ય આશય છે, પરંતુ સિદ્ધસેન દિવાકરના મત પ્રમાણે શરૂઆતના ત્રણ દ્રવ્યનય છે, તથા બાકીના ચાર ભાવનય છે. 1 નૈગમનય - ઉનાળંતે-જણાય છે લૌકિક પદાર્થો જે તે નિગમ, તે નિગમમાં પ્રવૃત્તિવાળું જ્ઞાન તે નૈગમ. તેને સામાન્ય સાથે પણ સામાન્ય બુદ્ધિહેતુ રૂપ અને સામાન્ય