________________ 18 અનાત્મશંસાષ્ટક 269 નથી ઈત્યાદિ આગ્રહરૂપ તે લૌકિક અને લેકેર બાહ્ય અનાત્મશંસન જેમ કે ધન, સ્વજન, શરીર આદિ વિનાશી હેવાથી, પરભવમાં સહાય કરનારાં નથી તેથી મારાં નથી એમ ગણવું. તથા દુઃખની ઉત્પત્તિરૂપ સ્વાર્થના સગાં એવાં સ્વજને સંબંધી પરપણું માની એકપણાનું ચિંતન ન કરવારૂપ અંતરંગ અનાત્મસન દ્રવ્યથી જાણવું. વળી ભાવથી કુશાસ્ત્ર અનુસાર મેક્ષની અભિલાષાપૂર્વક દુર્ગુણોને ત્યાગ તે અશુદ્ધ અનાત્મશંસન છે અને શુદ્ધ તે સમ્યફદર્શનપૂર્વક તત્વના વિવેચનવાળાં સમ્યકજ્ઞાન વડે આત્માના સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર–સ્વકાલ–સ્વભાવથી ભિન્ન ઉપાધિકપણું બધુંય પરરૂપ છે, મારું નથી એવું યથાર્થ ભેદજ્ઞાન તે અનાભશંસન છે, તે કરવાથી તત્વજ્ઞાન થાય છે. તે પણ જ્યાં સુધી અનિષ્ટ અજીવ પદાર્થોમાં અને જીવ સાથે સંબંધવાળા કર્મ પુદ્ગલેમાં, તેના ફળમાં તથા તેને નિમિત્તે ઉત્પન્ન થયેલા અશુદ્ધ વિભાવ પરિણામમાં અનાત્મપણું મનાય છે ત્યાં સુધી તે વ્યવહાર નયે અનાભશંસા છે. અસત્ નિમિત્તને આધીન ચેતનાના વીર્યની પરિણતિ સહિત ભાવ ગરૂપ ચેતનાના વિકલ્પોમાં પરપણું માનવું તે જુસૂત્ર નયે અનાત્મશંસા છે. દ્રવ્ય ઔદયિક સદાચાર, સત્યભાષા, સત્યમનેયેગ આદિમાં સાધનરૂપ સંવરનાં અધ્યવસાયમાં, સત્ નિમિત્તને અવલંબતા પિતાના આત્માનાં પરિણામમાં પરપણું ગણવું તે શબ્દનયે અનાત્મશંસન છે. રૂપાતીત શુકલધ્યાન અને શૈલેશીકરણ આદિને પણ પરપણે ગણવા તે સમભિરૂઢ નયે અનાત્મશંસા છે. પિતાના આત્માના પારિણામિક ભાવરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શનથી બીજું બધુંય