________________ 18 અનાત્મશંસાષ્ટક 275 शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः / उत्कर्षः परपर्यायश्चिदानंदघनस्य कः // 5 // ભાષાર્થ - શરીરનાં રૂપ અને સૌંદર્ય તથા ગામ, બાગ, ધન અને “આદિ શબ્દથી પુત્ર, પૌત્રાદિ સમૃદ્ધિ પરદ્રવ્યના ધર્મ છે તેનાથી જ્ઞાનાનંદે પૂર્ણ પુરુષને અતિશય અભિમાન શાનું થાય ? ન થાય. કેઈ પ્રાયે પારકે ધને ધનવંતપણું ન માને. અનુવાદ : શરીર-રૂપ–શોભાદિ કે, ગામ, બાગ, ધન સર્વ પરપર્યાયને કાયમ કરે ચિદાનંદઘન ગર્વ? 5 જ્ઞાનમંજરી - જ્ઞાન અને સુખથી ભરપૂર આત્માને સંગથી સંભવતા પુદ્દગલના વેગે ઊપજતા પરપર્યાનું અતિ અભિમાન કે ઉન્માદ ક્યાંથી હોય ? ઔદારિક આદિ શરીરે નાશવંત છે, રૂપ, સંસ્થાન, નિર્માણ તથા વર્ણ નામકર્મથી થયું છે; લાવણ્ય કે ચતુરાઈ પણ સૌભાગ્ય નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા વેદ આદિ મેહના ગે થાય છે. લેકને રહેવાના સ્થાનરૂપ ગામ, વન, ઉદ્યાન ભ્રમિરૂપ બાગ, તાજવાનાં માપનું કે ગણતરીના માપનું આદિ પ્રમાણવાળું ધન તેથી શે ગર્વ કરે? કારણ કે તે પર છે, કર્મબંધનું કારણ છે, સ્વસ્વરૂપમાં વિજ્ઞકર્તા છે. તેને સંગ નિંદવા ગ્ય જ છે તે પછી તેનું અભિમાન શું કરવું? ઉત્તરાધ્યયનમાં કહ્યું છે :धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहिं चेव / समणा भविस्सामो गुणोहधारी, बहिं विहारा अभिगम्मभिक्खं / / अध्ययन 14-17