________________ 290 જ્ઞાનમંજરી (આત્મજ્ઞાની) તે જ્ઞાનની પ્રભુતાએ કરીને મહંત છે એમ જાણે છે. અનુવાદ :કેશ લેચ કે મલિન તન, ડિલ પર દેખી રાખ; મહંત બાહ્યદૃષ્ટિ ગણે, તત્વજ્ઞાન ગુરુ–સાખ. 8 જ્ઞાનમંજરી - બાહ્યદ્રષ્ટિ ભસ્મથી, કેશ-લેચથી કે શરીર ઉપર મેલ એકઠો થયે હોય તે ઉપરથી મહંતપણું, સાધુપણું કે આચાર્યપણું પારખે છે. મહાત્માપણાના સ્વરૂપથી અજાણ્યા હોવાથી તે ઉપરનાં ચિહ્નથી મહતપણું જાણે છે. તત્વજ્ઞાની અરૂપી એવા આત્માના સ્વરૂપને જાણ નાર તે જ્ઞાનની પૂર્ણતાથી, રત્નત્રયી (સમ્યફ દર્શન-જ્ઞાનચારિત્રની એકતા)નાં પરિણામથી, શુદ્ધ અખંડ આનંદના સાધનની પ્રવૃત્તિથી, સ્વગુણના પ્રગટપણાથી મહાત્માને ઓળખે છે, જાણે છે. ડિશક ગ્રંથમાં કહ્યું છે કે :बालः पश्यति लिग, मध्यमवृत्तिविचारयति वृत्तम् / आगमतत्त्वं तु बुधः परीक्षते सर्व यत्नेन // ભાવાર્થ - અજ્ઞાની જીવ બાહ્ય વેશને જુએ છે, મધ્યમ દશાને પુરૂષ તેના ચારિત્રને વિચાર કરે છે; પરંતુ જ્ઞાની પુરુષ સર્વ પ્રકારના યત વડે તેના આગમતત્વ (શ્રત જ્ઞાનના રહસ્ય)ની પરીક્ષા કરે છે. “ઉત્તરાધ્યયન” શાસ્ત્રમાં પણ કહ્યું છે - नवि मुंडि एण समणो, न ॐकारेण बंभणो / . न मुणी रन्नवासेण, कुसचीरेण न तावसो / / 1 / /