________________ 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 289 | ભાવાર્થ - નવ દ્વારથી વહેતા, ગંધાતા રસથી ખરડાયેલા દેહમાં પણ પવિત્રતાને સંકલ્પ કરે એ મહામેહની ચેષ્ટા છે. માટે કર્મરૂપ ઉપાધિથી ઊપજેલું શરીર બંધનું કારણ હોવાથી અહિતરૂપ છે, તેમાં રાગ ન કરે એ જ ઉત્તમ છે. 5 गजाश्वर्भूपभवनं विस्मयाय बहिर्दशः / तत्रांश्वेभवनात्कोऽपि मेदस्तत्वदृशस्तु न // 6 // ભાષાર્થ –-બાહ્યદ્રષ્ટિને હાથી-ઘેડા સહિત રાજમંદિર આશ્ચર્ય પમાડે છે, ત્યાં તત્ત્વદૃષ્ટિને તે તે (રાજમંદિર)માં અને હાથી-ઘડાને વનમાં કઈ ભેદ (અંતર) જણાતું નથી. પુદ્ગલના વિકાસમાં તત્ત્વદૃષ્ટિને ચમત્કાર ક્યાંય જણાતું નથી. અનુવાદ :-- રાજભવન આશ્ચર્યપ, બાહ્યદૃષ્ટિને હોય; ગજ-ઘેડાના વન સમું, તત્તવૃષ્ટિ તે જોય. 6 જ્ઞાનમંજરી:–બાહ્યદ્રષ્ટિ જીવને રાજમહેલ હાથી– ઘેડાવાળે જઈને આશ્ચર્ય લાગે છે. તત્વજ્ઞાનીને તે રાજમહેલ હાથી-ઘેડાનાં વનસ્થળે કરતાં કઈ રીતે જુદો જણાતે નથી. અનંત જ્ઞાનના આનંદમાં તન્મય થયેલા આત્માનુભવમાં આસક્ત મહાત્માને વન શહેર સમાન જણાય છે. 6 भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा / महान्तं बाह्यदृग्वेत्ति, चित्साम्राज्येन तत्ववित् / / 7 / / ભાષાર્થ - બાહ્યદ્રષ્ટિ, ડિલે રાખ ચોળવાથી, કેશ (ચ) ઉપાડવાથી અથવા શરીર ઉપર મેલ જામી ગયેલે હોવાથી આ મહાત્મા છે એમ ઓળખે છે; તત્ત્વદ્રષ્ટિ 19