________________ 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 285 તે જ ગ્રામ આદિ સ્વપરના ભેદ કૃત્રિમ–અકૃત્રિમના વિકલ્પને હણનારી તત્ત્વદ્રષ્ટિ વડે આત્મ-ઉપયોગમાં લાવતાં ઉદાસીનતાની સંપદા વધે છે. ઉદાહરણ - જ્ઞાનચરણમાં પ્રધાન, ભવ્ય જીને શ્રુતરહસ્યને પાર પમાડનાર એક આચાર્ય અનેક શ્રમણગણથી વીંટાયેલા એક ગામથી બીજે ગામ વિહાર કરે છે; શ્રમણ સંઘને વાચનાદિ સ્વાધ્યાય વડે પિષે છે, પંચ સમિતિગુપ્તિથી યુક્ત માર્ગે ગમન કરે છે, અનિત્યાદિ ભાવનાની વાત ચાલે છે, ત્યાં એક વન આવ્યું જે અનેક લતાઓથી લીલું દેખાય છે, જ્યાં લીલા પક્ષીઓનાં માળા દેખાય છે. એ તપવનની પુષ્પ ફળની સમૃદ્ધિ જોઈને તે આચાર્ય મહારાજ નિગ્રંથિને કહે છે - હે નિગ્રંથ આ વન જુઓ. આ પાંદડાં, ફૂલ, ગુચ્છ, ફળ જે ચેતન લક્ષણવાળાં છે તે અનંત શક્તિને આવરીને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમેહ, મિથ્યાત્વમેહ અને અંતરાયના ઉદયે દીન, હીન, દુઃખી સ્થિતિમાં એકેન્દ્રિયપણું પામી કંપે છે. સદા બળવાનથી હણાતા, દુભાતા, રક્ષણરહિત, અશરણ, વારંવાર જન્મ-મરણથી પીડાતા અહો ! અનુકંપા કરવા યોગ્ય છે. તેના ઉપર કેણ કરુણા આણે છે? બિચારા મન, કાન અને આંખ રહિત છે એમ બેલીને સંવેગ ભાવના પ્રગટ કરી આગળ ચાલે છે. તે નિગ્રંથ પણ જ્ઞાનાવરણ આદિ બંધનાં કારણે પ્રતિ અરુચિ દુગચ્છા ઊપજાવતા ચાલ્યા. आया आयं हणइ, आयं गुणे संत एवि धंसे / इमइ विसये रम्मे चयईं नाणाइ गुणभावे //