________________ 286 જ્ઞાનમંજરી અરેરે ! આત્મા આત્માને હણે છે, જ્ઞાનાદિ ગુણ ભાવને તજે છે અને આ વિષયમાં રમે છે. તે આત્માના છતાં ગુણેને નાશ કરે છે.” એમ વિચાર કરતાં જાય છે તેવામાં અનેક સુસ્વરવાળાં વાજાંના સૂરથી, વિવાહ આદિ ઉત્સથી અને મૂઢજનેને રમણીય લાગતી દેવાંગના જેવી સ્ત્રીઓથી સુશોભિત એક નગર આવ્યું. ત્યારે આચાર્ય શ્રમણસંઘને કહે છે - હે નિગ્રંથ ! આજે આ નગરમાં મેહરૂપ લૂંટારાઓએ ધાડ પાડી છે, તેથી આ લેકે કેવા ઊછળે છે ! ભવથી ઉગ પામેલા આપણે જેવાને આ નગરમાં પ્રવેશ કરે ઉચિત નથી. કેઈ ત્યાં જતા નહીં, લભ વિદ્યાથી બંધાયેલા લોકે દયા ખાવા જેવા છે; મોહ મદિરાથી ગાંડા થયેલા લેકે ઉપદેશને પાત્ર નથી, માટે આગળ ચાલે.” તેથી સાધુઓએ કહ્યું :- “ઠીક કહ્યું, ઘણું સારું હોય પણ વિષયને પ્રાપ્ત થયેલું ક્ષેત્ર મેહનું કારણ છે, ત્યાં જવા ગ્ય નથી. વૈરાગ્ય સહિત વિહાર કરવા ગ્ય છે.” એમ આત્મસુખમાં સ્થિતને ગામ નગર આદિ વૈરાગ્યનાં કારણ છે. 3. बाह्यदृष्टेः सुधासार-घटिता भाति संदरी / तत्त्वदृष्टेस्तु साक्षात्सा विण्मत्र पिठरोदरी // 4 // ભાષાર્થ –બાહ્યદ્રષ્ટિને સ્ત્રી અમૃતને સારથી ઘડી હોય તેવી ભાસે છે, તત્વદ્રષ્ટિને તે તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા, મૂત્ર ને હાડની હાંડલીરૂપ ઉદરવાળી જણાય છે.