________________ 281 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક જીવ આદિ પદાર્થનું સ્વરૂપ તે તત્વ. તેમાં પણ પિતાપિતાને સ્થાને ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને અજીવનું તત્ત્વપણું છે, તથાપિ હું આત્મા હેવાથી મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ, અસંખ્યય પ્રદેશ–અનંત જ્ઞાન આદિના પર્યાયરૂપ પરિણામિક ઉત્પાદ વ્યય ધ્રૌવ્યપણુંવાળું, ષટૂ ગુણરૂપે પરિણમેલા અગુરુલઘુ ગુણવંત, પરમાર્થે એકાંતિક, આત્યંતિક, સર્વોત્તમ અબાધિત, મોક્ષ સ્વરૂપ સ્વતત્વ છે તેમાં દ્રષ્ટિ એટલે દર્શન, શ્રદ્ધાથી જેવું અથવા તત્ત્વનું અવલોકનયથાર્થ જ્ઞાન સહિત શ્રદ્ધા, વૃષ્ટિ તે તત્વદૃષ્ટિ છે. નામ નિક્ષેપથી તે તે અનેક જણનાં નામ પાડી બોલાવીએ તેની પેઠે છે, સ્થાપના નિક્ષેપ મુદ્રા ન્યાસ આદિ અવલંબનવાળા સ્થિર ચિત્તવાળાની તે સંબંધી વિચારણું છે દ્રવ્ય નિક્ષેપે વિવેક જ્ઞાનવાળાને સંવેદન જ્ઞાન છે એમ કહેવું તે તત્તવૃષ્ટિ છે. ભાવ નિક્ષેપે અનુભવસ્વરૂપ સ્પર્શ જ્ઞાનમાં નિમગ્ન જેનું મન છે તેમનું સંવેદનજ્ઞાન તે તત્વદ્રષ્ટિ ખરી રીતે છે. સંવેદનજ્ઞાન ચાર નય પ્રમાણે અને છેલ્લા ત્રણ નય પ્રમાણે સ્પર્શજ્ઞાન સ્વરૂપ સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રની એકતારૂપ જે ધ્યાનની એકાગ્રતાથી કેવળજ્ઞાન થાય છે તે ઉત્સર્ગ માર્ગથી તત્વદૃષ્ટિ છે. સર્વ ઉપાયના સમૂહ વડે સ્વતત્વમાં દૃષ્ટિ કર્તવ્ય છે. તે અર્થે ઉપદેશ કરે છે : “રૂપવતી” એટલે પુદ્ગલ-અપુગલમય પુદ્દગલ સ્વરૂપને ગ્રહણ કરનારી દૃષ્ટિ –આંખ “રૂપ ત આદિ ભેદને જોઈને વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય રૂપમાં મેહ પામે છે; વળી રૂપરહિત જ્ઞાનરૂપવૃષ્ટિ–આત્માની ચૈતન્ય શક્તિ સ્વરૂપતત્વદૃષ્ટિ, વર્ણાદિરહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં મગ્ન