________________ 274 જ્ઞાનમંજરી ધન્ય છે તે પૂર્વ પુરુષને કે જેમણે આ ને વમી નાખ્યા અને જે અનાદિકાળથી ગવાતા પરભાવના સ્વાદની મીઠાશને તજે છે, તેમજ જે સદુઉપદેશથી જાણેલા સત્તાના સુખની ઈચ્છાથી, આત્મધર્મના શ્રવણસુખને અનુભવતાં ચક્રવર્તીની સંપત્તિને વિપત્તિ તુલ્ય માને છે; આત્મગુણેમાં આસક્ત મહાભાગ્યશાળી સ્થૂલિભદ્ર, અતિ આતુર અને રાગવાળી કેશાવેશ્યાની પ્રાર્થનાથી પણ અડેલ પરિણામવાળા રહ્યા તેમને ધન્ય છે. પરંતુ જો તે પણ પિતાના ગુણથી કુલાઈ જાય, સ્વગુણરૂપી દર ગ્રહણ કરે છે તે જ તેમને સંસારસમુદ્રમાં ગબડાવી દે છે એ આશ્ચર્ય છે. એવા ઉચ્ચપણની દ્રષ્ટિના દેષથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપ તાવ, પૂર્વપુરુષથી પિતાનું અત્યંત નીચપણું ભાવવાથી શાંત થઈ જાય છે. શરીરના રૂપ અને સૌંદર્ય, ગામ, બાગ, ધન આદિ પરપર્યાયે વડે થતું સ્વાભિમાન, ચિદાનંદઘન મહાત્માને શાનું હોય ? વિષયરૂપી વિષના ઉપાયને નકામા કુવિકપિ વડે હું તે ચિંતવું છું. કહ્યું છે કે - संतेवि कोवि उज्झई, कोवि असंतेवि अहिलसई भोए / चयइ परपच्चयेण वि दळू पभवेण जह जंबू / / ભાવાર્થ :- કેઈ તે છતા ભેગને ત્યાગે છે, કેઈ ભેગા ન હોવા છતાં પણ તેની અભિલાષા કર્યા કરે છે, આમ કેઈને ભેગ જોગવતાં છતાં ત્યાગ છે અને કેઈને ત્યાગમાં પણ ભાગ છે. દ્રષ્ટાંત તરીકે જંબુકુમાર પરણ્યા છતાં ત્યાગી હતા અને પ્રભાવ ચોરે રાજનો ત્યાગ કરેલ છતાં ભેગની અભિલાષાથી ધન આદિ પરિગ્રહ વધારતે હતેઈત્યાદિ ભાવના વડે સ્વદેષના વિચારથી સ્વાભિમાનરૂપ પરિણામ નિવારી શકાય છે. 4 ,