________________ 18 અનાત્મશંસાષ્ટક 271 ધ્યાન કરતી ગેય) સાથી થાય છે. એવે ધ્યાન કરનાર અને ધ્યાન બને ભુલાઈ જાય અને ધ્યાન કરવા યોગ્ય ધ્યેય) સાથે એકતા પામે એવા પ્રકારે તે અનન્ય શરણ પામીને તેમાં લીન થાય છે. 3 આત્મા અભિન્ન ભાવે પરમાત્મામાં લીન થાય એ આ સમરસીભાવ છે, તેમાં એકાકાર થવું એમ જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. 4 સ્થૂલ લક્ષ્યના સંબંધ ઉપરથી સૂક્ષમ અલક્ષ્યનું ચિંતન કરવું, અને આલંબનવાળી દશા ઉપરથી નિરાલંબન દશા વિશુદ્ધ તત્વ પામવું એ યથાર્થ છે. 5 એમ આત્મસ્વરૂપનું ધ્યાન કરનાર સર્વ પરપદાર્થને અનાત્મરૂપ જાણે છે તે આત્મજ્ઞાની પોતાની પ્રશંસા કરતા નથી એમ હવે કહે છે : કેવળજ્ઞાન આદિ વડે તું પૂર્ણ નથી તે તારી આત્મસ્તુતિ–પિતાનાં વખાણ વ્યર્થ છે. નિર્ગુણી આત્માની પ્રશંસા શી કરવી ? પુદ્ગલની ઉપાધિથી થયેલા ગુણો છે એમ મૂઢ પુરુષે કહે છે, તેથી કંઈ પ્રશંસા થતી નથી. જે તે સમ્યક્રદર્શન, જ્ઞાન, ચારિત્ર, તરૂપ સાધન ગુણએ કે ક્ષાયિક જ્ઞાન-દર્શનચારિત્રરૂપ સિદ્ધ ગુણેએ પૂર્ણ હો તે શબ્દરૂપ આત્મપ્રશંસાની શી જરૂર છે? પ્રગટ કરેલા ગુણે પોતે જ જાહેર થાય છે. શેરડીના સાંઠા પરાળથી (ઘાસથી) ઢંકાયેલા ઘણે કાળ રહેતા નથી. એમ છે તે સ્વમુખે પિતાના ગુણેની પ્રશંસા શી કરવી ? 1 વળી વ્યવહારથી જણાવે છે :श्रेयोद्रुमस्य मूलानि, स्वोत्कर्षांभः प्रवाहतः / पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ? // 2 //