________________ 17 નિર્ભયાષ્ટક 267 આખી શત્રુની પરંપરાને જૈન શાસનના ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક હું વિહાર કર્યા કરું છું. 38 રાગ, દ્વેષ, મેહ, પરિગ્રહ અને સ્ત્રીસ્વજને ઉપરની આસક્તિઓ છે તે જ તીવ્ર, ઘાટાં અને ભયંકર સ્નેહબંધને છે; તેને છેદીને યથાન્યાયે ક્રમપૂર્વક જૈન શાસનમાં રહી મારે વિકાસ સાધું છું, અને વિચરી રહ્યો છું. 43 તેમજ ઉત્તરાધ્યયનમાં નેમિપ્રવજ્યા-અધ્યયનમાં નમિરાજર્ષિનું વચન છે - बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो / सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सओ / 16 / / ભાવાર્થ –ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જંજાળથી મુક્ત થઈ એકાંત આત્મભાવને જ અનુસરનારા ભિક્ષુને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે. ઈત્યાદિ પર પુદ્ગલના સંગમાં યથાર્થ જ્ઞાનવંત મહાત્માને ભય નથી. 8