________________ 266 જ્ઞાનમંજરી ભાવાર્થ-- આચારાંગના અધ્યયનેમાં કહેલા અર્થની ભાવના સહિત ચારિત્રથી જેનું હૃદય સુરક્ષિત છે તેને ક્યાંય પરાભવ થાય તેવું કાલ–છિદ્ર પામી શકાય તેમ નથી. અનુવાદ - અખંડજ્ઞાનરૃપ રાજ્યપતિ, સાધુના ચિત્તમાંય; અભય ચારિત્ર પરિણમે, ભય તેને નહિ ક્યાંય. 8 જ્ઞાનમંજરીઃ- જે નિગ્રંથને ક્યાંયથી ભય ન લાગે તેવું ચારિત્ર સ્વરૂપસ્થિરતારૂપ પરિણમ્યું હોય, ચેતના વીર્ય આદિ સર્વ ગુણામાં તન્મય થયું હોય, તે સાધુને ક્યાંથી ભય હોય? ક્યાંયથી ન હોય. કેવા મુનિને ? અખંડિત જ્ઞાનરૂપી રાજ્યવાળા મુનિને, એટલે વચનધર્મ ક્ષમા, માર્દવ, આર્જવરૂપ પરિણમેલા શુદ્ધ જ્ઞાનમાં રમતા કરતા, દ્રવ્યભાવ મુક્તિ (નિર્લોભતા) વાળા અત્યન્ત અકિચન (કાંઈ પણ સંગ્રહ નહીં રાખનાર ત્યાગી સાધુને ભય નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી કેશી–ગૌતમ અધ્યયનમાં કહ્યું છે કે - एगप्पा अजिए सत्तू-कसाया इंदियाणि अ / ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी // 38 // रागदोसादयो तिव्वा नेहपासा भयंकरा / ते छिदित्तु जहा नायं विहरामि जहक्कम // 43 // ભાવાર્થ - હે મુને ! એક (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલે) જીવાત્મા જેન જિતાય તે તે શત્રુ છે. (આત્માને ન જીતવાથી કષાયે ઉત્પન્ન થાય છે, અને એ શત્રુના પ્રતાપે ચાર કષા અને પાંચ ઇન્દ્રિયે પણ શત્રુ છે. એમ