________________ 264. જ્ઞાનમંજરી નિર્ધાર અને પરસંગના પર્યાયપણને નિર્ધાર થતાં ભય ઉત્પન્ન થતું નથી, એ કહેવાનું છે. 5 कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः / क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसङ्गारकेलिषु ? // 6 // ભાષાર્થ - જે મેહાસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપ બખ્તર ધારણ કરે તેને ક્યાં ભય છે? કે ક્યાં કર્મરૂપ સંગ્રામની કીડામાં પરાજય છે? અનુવાદ : અફળ કરે મેહાસ્ત્રને, જ્ઞાન–વર્મ ધરનાર; કર્મ-રણ-કીડા વિષે, તે છે ભય કે હાર? 6 જ્ઞાનમંજરી - સ્વરૂપના આનંદને ભેગવનારને કર્મક્ષય કરવારૂપ રણમાં ક્યાંથી ભય હોય ? પરાજય, હાર ક્યાંથી હોય? ન જ હેય. કેવા પુરુષને ? મહાસ્ત્રને નિષ્ફળ કરે તેવું જ્ઞાનરૂપ બખ્તર જેણે પહેર્યું છે તેને, સર્વ મેહને નાશ કરે તેવું ભયંકર જ્ઞાનબખ્તર ધારણ કરનારને કર્મ વડે આત્મગુણની ઘાત થશે એ ભય ક્યાંથી હોય ? કહેવાનું તાત્પર્ય કે જેણે સ્વપર પદાર્થની નયભેદે પરીક્ષા કરી છે તેને મેહાદિને ભય નથી. 6 तूलवल्लघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः / नै रोमापि तैर्ज्ञान-गरिष्ठानां तु कम्पते // 7 // ભાષાર્થ - હલકા મૂર્ણ આકડાના ફૂલની પેઠે ભયરૂપ વાયરે કરીને આકાશમાં ભમે છે, પરંતુ જે જ્ઞાને કરીને ભારે છે તેમનું તે એક રૂંવાડુંયે તે ભયરૂપ પવને કંપતું નથી.