________________ 263 17 નિર્ભયાષ્ટક જ્ઞાનમંજરી :--પરભાવથી અટકેલા, સ્વરૂપમાં રમણ કરનાર મુનિ ભય પામતા નથી. શું કરતાં? મેહની સેનાને નાશ કરતાં. શું કરીને ? બ્રહ્મજ્ઞાન–આત્મસ્વરૂપની ઓળખાણ રૂપ હથિયાર (અસ્ત્ર) ગ્રહણ કરીને. કેની પેઠે? સંગ્રામને મોખરે રહેલા ગજરાજની પેઠે. જેમ ઉત્તમ હાથી રણસંગ્રામમાં બીતે નથી તેમ કર્મને જીતવા પ્રવર્તેલા મુનિ ભય પામતા નથી. જે સ્વરૂપમાં આસક્ત છે, પરભાવને નાશ કરવા તત્પર થયા છે તેમને ભય હોય નહીં કારણ કે પરસંગને વિનાશને ભય લાગે છે, તેને વિનાશ તે આને કરે જ છે તેથી શરીર આદિ સર્વ પરભાવથી વિરામ પામ્યા છે તેવા મુનિને ભય ન જ હોય. 4 मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने / वेष्टनं भयसाणां न तदाऽऽनंदचंदने // 5 // ભાષાર્થ –જે મનરૂપ વનને વિષે (આત્મજ્ઞાનરૂપ દૃષ્ટિ) જ્ઞાનવૃષ્ટિરૂપ ઢેલ (મયૂરી) સ્વેચ્છાએ વિચરે, તે આનંદરૂપ બાવન ચંદન ઉપર ભયરૂપ સર્પનું વીંટાવું થતું નથી. અનુવાદ :- મનેવને મયૂરી સમી, જ્ઞાનદ્રષ્ટિ દેખાય; તે ના આનંદ-ચંદને, ભય-સર્ષો વીંટાય. 5 જ્ઞાનમંજરી -- ચિત્તરૂપી બાગમાં જે સ્વભાવ અને પરભાવને વિવેક કરનારી જ્ઞાનવૃષ્ટિરૂપી મયૂરી (ઢેલ) સ્વેચ્છાએ વિચરે, તે સ્વરૂપના અનુભવના આનંદરૂપ ચંદન ઉપર ભયરૂપ સર્વે ન વીંટાય. જ્ઞાન વડે સ્વ અને પર ભેદ થતાં એટલે પિતાના અમૂર્ત ચૈતન્ય ઘન સ્વભાવને