________________ 17 નિર્ભયાષ્ટક 261 અનુવાદ - બહુ ભયમાં બળી રાખ સમ, ભવસુખ માને દુઃખ સર્વોપરી નિર્ભય સદા, ગણે જ્ઞાનર્થી જ સુખ. 2 જ્ઞાનમંજરી - આ લેક, પરલેક આદિના બહુ ભયરૂપ અગ્નિથી બળીને રાખડી થયેલાં એટલે ચેર, ભાગિયા અને રાજાના ભયરૂપ અગ્નિથી બળી ગયેલાં ભવસુખ એટલે ઇન્દ્રિયનાં માની લીધેલાં સુખ પણ દુઃખની જાતિનાં છે તેને શું કરવાં છે? કંઈ જ નથી જોઈતાં. તત્વની ઓળખાણરૂપ જ્ઞાનનું સુખ નિર્ભય છે. તે સર્વોપરી છે. જ્ઞાનમાં જ ખરું સુખ છે, પુદ્ગલનાં સુખમાં તે સુખને આરે છે તે ભ્રમ જ છે. કહ્યું છે કે -- जं पुग्गल सुक्खं दुक्खं चेवनिजहयतत्तस्स / गिह्मे मट्टिअलेवो, विडंबणा खिसणामूलं // ભાવાર્થ :–જે પુદ્ગલથી ઊપજતાં સુખ છે તે દુઃખ જ છે, તેથી તેને ત્યાગ કરે. ગ્રીષ્મ ઋતુમાં શરીર ઉપર માટીને લેપ સુકાઈ જતાં તતડવાથી વિડંબના (દુખ) રૂપ અને નિંદાનું કારણ બને છે, માટે પુદ્ગલનું ગ્રહણ કર્તવ્ય નથી, તે સુખરૂપ નથી. 2 न गोप्यं क्वापि नारोप्य, हेयं देयं च न क्वचित् / क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः // 3 // ભાષાર્થ - ક્યાંય મુનિને ગોપવવા (સંતાડવા)ગ્ય નથી, કે સ્થાપવા ગ્ય નથી; વળી ક્યાંય છાંડવા કે દેવા ગ્ય નથી; જાણવા ગ્યને જ્ઞાન કરીને જાણતા મુનિએ ભયસહિત ક્યાં રહેવા ગ્ય છે? ક્યાંય નહીં.