________________ 17 નિર્ભયાષ્ટક यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः / तस्य किं नु भयभ्रान्ति-क्लान्तिसन्तानतानवम् // 1 // ભાષાર્થ :- જેને પરની અપેક્ષા (સ્પૃહા-ગરજ) નથી અને સ્વભાવની અભેદતા પ્રત્યે જે જનાર છે એટલે કેવળ આત્મસ્વભાવના લાભવંત છે તેને ત્રાસના ભ્રમથી થતા ખેદની શ્રેણિ શું સંકેચાઈ જતી નથી ? અર્થાત્ ભયભ્રમને ખેદ વધતું નથી, ટળી જાય છે. અનુવાદ :- જેને પરની ગરજ નહિ, સ્વભાવમાં જ મસ્તાન; તેને ભયકૃત ભ્રાંતિની બેદ-શ્રેણિ ગઈ માન (ક્ષય જાણુ). 1 - જ્ઞાનમંજરી - નિર્ભય થયેલાને મધ્યસ્થતામાં સ્થિરતા રહે છે. ભયરૂપ મેહના ઉદયથી પરિણામ ચપળ થાય છે, તેથી ભયને ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી છે, તેથી નિર્ભય જ છે. નામ અને સ્થાપના નિક્ષેપે નિર્ભયતાનું સ્વરૂપ સુગમ છે, દ્રવ્ય નિર્ભય એટલે સાત ભયથી રહિત, ભાવ નિર્ભય એટલે કર્મબંધના કારણરૂપ વિભાવ પરિણતિથી રહિત; (મિથ્યાત્વ અવિરતિ આદિ) બંધનાં કારણરૂપ પરિણામ આત્માની સત્તાને રોકી રાખનાર અને નવાં કર્મ બંધાવનાર