________________ 258 જ્ઞાનમંજરી વિરતિ આદિનું. સર્વત્ર પરભાવ રાગદ્વેષથી રહિત આત્મસ્વભાવની અનુકૂળતા જ સાધન છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः / यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति / / 1 / / आत्मानमात्मनावेत्ति मोहत्यागाद् यदात्मनः / तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् // 2 / / आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते / तपसाऽप्यात्मविज्ञान-हीनैश्छेत्तुं न शक्यते // 3 // सोऽयं समरसीभाव-स्तदेकीकरणं मतम् / आत्मा यदपृथक्त्वेन लीयते परमात्मनि // 4 // ભાવાર્થ - અથવા મુનિને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે, કારણ તે રત્નત્રયમય આત્મા જ શરીરમાં રહેલું છે. 1 મેહના ત્યાગથી તે આત્માને આત્મા વડે આત્મામાં જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. 2 આત્માના અજ્ઞાનથી ઊપજતું દુઃખ આત્મજ્ઞાનથી ટળે છે, આત્મજ્ઞાન રહિત છ તપ વડે પણ તે દુઃખને છેદી શકતા નથી. 3 જેથી આત્મા અભિન્નપણે પરમાત્મામાં લીન થાય તે આ સમરસીભાવ છે, તેમાં તન્મય થવું એમ કહેલું છે, માનેલું છે. 4