________________ 256 જ્ઞાનમંજરી અનુવાદ ;માત્ર રાગ કે દ્વેષથ જ નહીં ગ્રહણ કે ત્યાગ સ્વ–પરના સિદ્ધાંત ભણી, મધ્યસ્થ દૃષ્ટિ ગુણરાગ. 7 જ્ઞાનમંજરી - ગણધરે કહેલાં પિતાનાં આગમને અમે માત્ર રાગથી આશ્રય કરતા નથી, જેમ કે અમારી પરંપરા પ્રમાણે આ શાસ્ત્ર છે માટે માનવાં, આ અમારો આચાર છે, એવા રાગની આતુરતાને લીધે અમારે જિનાગમમાં રાગ નથી. અથવા કપિલ આદિનાં શાસ્ત્રો તે પર ધર્મનાં છે એવા ઠેષ માત્રથી તેને ઠેષ કરતા નથી કે ત્યાગ કરતા નથી. પરંતુ પરીક્ષાથી યથાર્થ વસ્તુસ્વરૂપના નિરૂપણથી સમ્યકજ્ઞાનનાં તે હેતુ હોવાથી મધ્યસ્થવૃષ્ટિએ જિનાગમને અમે આશ્રય કરીએ છીએ. વિપર્યાસ સહિત પણ માત્ર દ્વેષથી નહીં, અન્ય શાસ્ત્રોને તજવા યોગ્ય હોવાથી તજીએ છીએ. 7 मध्यस्थयादृशा सर्वेष्वपुनबंधकादिषु / चारिसंजीवनीचार-न्यायादाशास्महे हितम् // 8 // ભાષાર્થ - મધ્યસ્થદ્રષ્ટિએ કરીને સર્વે અપુનર્ધધક આદિ એટલે માર્ગની સન્મુખ થયેલા, માર્ગે ચઢેલા અવિરત સમ્યફદૃષ્ટિ, અને સર્વવિરતિ નું ‘હિત” ચારિ સંજીવની ચાર ન્યાયે (અજાણપણે સંજીવની વનસ્પતિને ચારે ચરાવતા જેમ પશુપણું ટાળીને મનુષ્ય કરે તે દૃષ્ટાંતે) ઈરછીએ છીએ. જો કે મૈત્રી ભાવના સર્વ પ્રત્યે છે તથાપિ પ્રવૃત્તિ અનુકૂળ ભાવના અપુનબંધક આદિ આશ્રિત જ કહી.