________________ 260 જ્ઞાનમંજરી હેવાથી મહા ભૈયરૂપ છે, તે ભય સંવરપરિણામે પરિણમેલા જેને હેતે નથી. નૈગમ યે સર્વ દ્રવ્યો નિર્ભય છે; સંગ્રહ નયે વસ્તુની સત્તા વિષે નિર્ભયપણું છે, કારણકે વસ્તુને સ્વભાવ અવિનાશી છે; વ્યવહારનયે કર્મના ઉદયમાં તન્મય ન થનાર ધીર પુરુષને નિર્ભયતા છે; ઋજુસૂવનેયે નિગ્રંથ મુનિને નિર્ભયતા છે; શબ્દનયે ધ્યાનમાં રહેલા મુનિ નિર્ભય છે; સમભિરૂઢ નયે કેવળી ભગવાનને નિર્ભયતા છે અને એવંભૂત નયે સિદ્ધ ભગવાનને સર્વ અવિનાશી ગુણ પ્રગટ્યા હોવાથી નિર્ભયતા છે. અને અહીં તે યથાર્થ આત્મસ્વરૂપને જાણનારને ઔદયિક (ઉદયના) ભાવમાં મમતા નથી તેથી તે પિતાના સાધનમાં નિર્ભય રહે છે. માટે નિર્ભય–અષ્ટકનું નિરૂપણ કરે છે - જેને પરને આશ્રય કે પરની આશા નથી અને જેને સ્વભાવમાં એકતા પ્રાપ્ત કરવાને સ્વભાવ છે તેને ત્રાસ, ભ્રમ અને ખેદની પરંપરા વધતી ન અટકે? અટકે. આથી પરવસ્તુ સાચવવાને, પરની આશા આદિથી ભય હોય છે. જે પર પદાર્થ પ્રત્યે નિસ્પૃહ છે, તેને પર પદાર્થના અભાવથી ખેદ ક્યાંથી જ હોય ? 1 भवसौख्येन किं भूरि-भयज्वलनभस्मना / सदा भयोज्झितं ज्ञान-सुखमेव विशिष्यते // 2 // ભાષાર્થ - ઘણુ ભય (ત્રાસ)રૂપ અગ્નિથી ભસ્મ રહિત જ્ઞાનસુખ જ સર્વથી અધિક છે; સર્વોપરી છે.