________________ 17 નિર્ભયાષ્ટક 265 અનુવાદ:-- નભે ભમે ભય-પવનથી, તૂલ તુલ્ય લઘુ અર જ્ઞાન-ગરિષ્ઠનું રેમ પણ, કેપે ન, નિર્ભય સુજ્ઞ. 7 જ્ઞાનમંજરી :-- તત્ત્વજ્ઞાન રહિત જને આકડાના તૂલ જેવા હળવા હોવાથી આકાશમાં ભયપવનથી પ્રેરાયેલા ભમે છે, પરંતુ જે જ્ઞાનથી ભારે ગંભીર) છે તેમનું એક રેમ પણ તે ભયપવનથી ફરકતું નથી. આથી સાત ભયની સમીપતામાં મૂઢ જને પરભાવને આત્માપણે જાણવાથી મુગ્ધ બનેલા પરપદાર્થના વિયેગના ભયે કંપતા અહીં–તહીં ભમે છે. અને જે અસંખ્યાતપ્રદેશી, અનંતજ્ઞાનમય આત્માનું સ્વરૂપ અવેલેકનારા જ્ઞાન વડે ગંભીર (ભારે) છે, અવિનાશી ચૈતન્યના ભાવમાં આસક્ત છે તેમનું અભિપ્રાયરૂપ રૂંવાડું પણ કંપતું નથી. જે પદાર્થ નાશવંત છે, તે નાશ પામે તેમાં ભય છે? અધ્યાત્મ અભ્યાસમાં એક્તા થવાથી અનુભવાતા આનંદથી આનંદિત થયેલા મહાપુરુષો સદા નિર્ભય હોય છે, સ્વરૂપમાં સ્થિર ઊભા રહે છે. 7 चित्ते परिणतं यस्य चारित्रमकुतोभयम् / अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् // 8 // ભાષાર્થ :-- જેના ચિત્તમાં, કેઈને જેથી ભય ન ઊપજે તેવું ચારિત્ર પરિણમ્યું છે અને અખંડિત જ્ઞાનરૂપ રાજ્ય જેને છે તે સાધુને ક્યાંયથી ભય ન હોય. “પ્રશમરતિ'માં કહ્યું છે કે -- आचाराध्ययनोक्तार्थ-भावना चरणगुप्तहृदयस्य / न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् //