________________ 16 માધ્યસ્થ-અષ્ટક 255 ઉપાયનું એક શુદ્ધ આત્મસ્વરૂપમાં સમેલન થાય છે. કારણ કે સર્વ મિક્ષસાધકનું સાધ્ય એક છે. શાની પેઠે ? સમુદ્ર તરફ નદીઓની પેઠે. જેમ નદીઓ સમુદ્રને મળે છે તેમ તત્વમાં એકતારૂપ પરિણામવાળાનાં સર્વ સાધન શુદ્ધ આત્મભાવ પ્રત્યે વહે છે. તેથી રાગદ્વેષને અભાવ હિતકારી છે. 6 स्वागमं रागमात्रेण द्वेषमात्रोत्परागमम् / ન થામ ગામો વા ઉત મધ્યસ્થા દશા Iણા ભાષાર્થ - વિચાર રહિત કેવળ રાગથી પિતાના સિદ્ધાંતને અમે આદરતા નથી; અથવા વિચાર રહિત કેવળ દ્વેષથી પર સિદ્ધાંતને તજતા નથી, પરંતુ મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારીને સિદ્ધાંતને આદરીએ છીએ કે તજીએ છીએ. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु / युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः / / –હરિભદ્રાચાર્ય ભાવાર્થ - મને વીર પ્રત્યે પક્ષપાત નથી, કે કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું પ્રમાણ યુક્ત) લાગે તેનું બહુમાનપણું (પકડ, અંગીકાર) કર્તવ્ય છે. न श्रद्ध यैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु / यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रयामः / / -હેમચંદ્રાચાર્ય ભાવાર્થ - હે વીર ભગવાન ! તમારા પ્રત્યે અમને શ્રદ્ધાથી જ પક્ષપાત (બહુમાનપણું નથી, કે માત્ર શ્રેષથી જ અન્ય પ્રત્યે અરુચિ નથી પરંતુ યથાર્થ આસપરીક્ષા વડે તમારે જ આશ્રય અમે કરીએ છીએ.