________________ 16 માધ્યસ્થ-અષ્ટક 253 વશ કર્યું છે, તે (અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહમાં) ચળતા નથી. મુનિ સદાય રાગ-દ્વેષ રહિત હોય છે. 4 मनः स्याद् व्याप्तं यावत्, परदोषगुणग्रहे / कार्य व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने // 5 // ભાષાર્થ –પારકા દેષ કે ગુણ ગ્રહણ કરવામાં જ્યાં સુધી મન વર્તતું હોય ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનને વિષે મન આસક્ત કરવું ભલું છે. પર વિષે મન તે ચિંતા સ્વરૂપ છે અને આત્મા વિષે મન તે સમાધિસ્વરૂપ છે એ વિશેષાર્થ છે. અનુવાદ : જ્યાં લગી મન પરદેષ ગુણ, ગ્રહવાને લલચાય; ત્યાં લગૈ મન મધ્યસ્થનું, સ્વવિચારે વશ થાય. 5 જ્ઞાનમંજરી :–પરદોષ–ગુણ ગ્રહણ કરવામાં મન પ્રવર્તતું હોય ત્યાં સુધી આત્મસ્વરૂપને ચિંતનમાં તત્પર કરવું સારું છે. કોણે? મધ્યસ્થ પુરુષે સમભાવના સ્વાદને રસિક હેય તેણે. આથી અમૂર્ત આત્મસ્વરૂપના અગુરુલઘુ ષણ્ ગુણ હાનિ-વૃદ્ધિ પરિણમનરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રુવતાવાળા સ્વરૂપના ચિંતન કરવારૂપ ગુણમાં પ્રવૃત્તિ અને અન્ય ગુણેને સહકારી પ્રવૃત્તિના ચિંતન આદિક કાર્ય થતું હોય ત્યાં એવા ગુણના ચિંતનમાં આસક્ત જીવને સાંસારિક ગુણદોષના ચિંતનને અવકાશ જ નથી. તેથી નિગ્રંથ મહાત્માઓ વિચારે છે બાર ભાવના-ચક્ર, મેટેથી ઉચ્ચાર કરે છે દ્રવ્યાનુગ ગ્રંથને, પ્રશ્નો કરે છે પરસ્પર સ્વભાવ-વિભાવ પરિણામ સંબંધી, વિલેકે છે સાવરણ-નિરાવરણ આત્મસ્વરૂપ,