________________ 254 * જ્ઞાનમંજરી વિભાગ કરે છે કારણ સમૂહના પરિણામને, તજે છે અશુદ્ધ નિમિત્તેને, વિચારે છે નિક્ષેપને, બરાબર મેળવે છે નયકથનને, તન્મય થાય છે ધ્યાન આદિમાં; કારણ કે અનાદિ વિભાવમાં વર્તતી ચેતનાના વીર્ય કે પ્રવર્તન વડે પરસ્વરૂપની ઉપાદેયતા ગ્રહણ થયાથી પરના ગુણદોષ અવકન કરવાથી થતા અશુદ્ધ ચિંતનને નિવારવા સ્યાવાદથી પંચાસ્તિકાયનું અનંત સ્વરૂપ અવલેકવાનું તથા અજીવ હેય-તજવારૂપ છે અને જીવ ઉપાદેય છે એવું જ્ઞાન મન દ્વારા કરવા ગ્ય છે. પ ણ विभिन्ना अपि पंथानः समुद्रं सरितामिव / मध्यस्थानां परं ब्रह्म प्राप्नुवन्त्येकमक्षयम् // 6 // ભાષાર્થ - સમુદ્ર પ્રતિ નદીના અનેક માર્ગ જેમ જુદા પણ હોય છે તેમ અપુનબંધક, સમ્યફષ્ટિ આદિ મધ્યસ્થના માર્ગ અથવા જિન–કલ્પ, સ્થવિર–કલ્પ આદિ, ક્ષયરહિત ઉત્કૃષ્ટ એક બ્રહ્મને એટલે સર્વત્ર પંચ–બંધ વિશિષ્ટ કેવળજ્ઞાનને પામે છે. અનુવાદ - મધ્યસ્થના પંથે જુદા, ઉદધિ ભણી નદ જેમ એક અક્ષય પરબ્રહ્મને, પ્રાપ્ત કરે ગણ એમ. 6 જ્ઞાનમંજરી - પંચ ધ્યાનમા, સાધન પદ્ધતિઓ, સાધન–ઉપાયે દ્રવ્ય આચરણથી અનેક ભેદે ભિન્ન હવા છતાં સમ્યક દ્રષ્ટિ અપુનબંધક આદિ, જિનકલ્પ, સ્થવિરકલ્પ આદિ મધ્યસ્થભાવમાં રહેનારના શુક્લધ્યાન પર્યંતના ભિન્ન માર્ગો એક, અક્ષય, પરબ્રહ્મને પામે છે. આથી સર્વે સાધન