________________ 16 માધ્યસ્થ–અષ્ટક 239 આપને લઈને અનેક ભેદો થાય છે. નામ નિક્ષેપથી દ્રવ્ય નિક્ષેપ વૃત્તિ, અંશે પ્રાપ્ત કરેલામાં સર્વને આ૫; બીજા બધા નયની અપેક્ષા સહિત નૈગમ નય સુનય છે. 2 સંગ્રહનય - અભેદ, વસ્તુ સામાન્યથી સંગ્રહ કરતે હેવાથી, સર્વને સંગ્રહે છે (સંઘરે છે) માટે સંગ્રહ કહેવાય છે, તે વસ્તુની સત્તાને ગ્રહણ કરનાર છે. જે ભાવનાઓના સંબંધથી જ ભાવત્વ (પદાર્થપણું) છે એમ સ્વીકારીએ તે પછી તે જ તેનું સંપૂર્ણ સ્વરૂપ હોવાથી પદાર્થ સંબંધી ભ્રાંતિ, ઉત્પત્તિ, બંધન, ઘટ આદિ વિકલ્પની નિરર્થકતા સાબિત થાય; જે ઘટ આદિ વિકલ્પ પણ પદાર્થ થવાની પ્રવૃત્તિ છે એ સિદ્ધાંત જ માનીએ તે તે જ પદાર્થ ઠર્યો કારણકે તેથી બીજા કેઈ પદાર્થ નથી, તે પિતાના આત્મવત છે એવા દર્શનને માનનાર સર્વ નિત્ય છે, અને તેનું કોઈ કારણ નથી એવા વાદવાળા તથા કાલ, પુરુષ, સ્વભાવ આદિ વાદવાળા ઠરે. આ સંગ્રહ નયમાં દ્રવ્યાસ્તિક ભેદ–જીવ–અજીવ યેગ્યત્વ, સ્વદ્રવ્ય-ઉપચારદ્રવ્ય, એકત્વ અભેદ અગોચર ભેદ અનેક ભેદે થઈ શકે છે. (અથવા સંગ્રહ નય બે ભેદે કહેવાય છે. 1 મહાસત્તારૂપ. 2 અવાંતર સત્તારૂપ. ત્રણે ભુવનમાં એવી વસ્તુ કેઈ નથી જે સંગ્રહના ગ્રહણમાં આવતી નથી. જે જે વસ્તુ છે તે સર્વ સંગ્રહનયથી ગ્રહાયેલી જ છે. એ સંગ્રહ નય કહ્યો.) 3 વ્યવહારનય -- ભાવનિશ્ચય (પદાર્થના અસ્તિત્વ) રૂ૫ સામાન્ય અભેદે (સંગ્રહન) ગ્રહેલા પદાર્થોને વિધિપૂર્વક અવસ્થાદિ ભેદે વહેંચવા ભેદ કરવે; તથા તે પદાર્થની ગુણ પ્રવૃત્તિ વડે ભિન્ન જ્ઞાનરૂપ વ્યવહાર નય કહેવાય છે. જે