________________ 16 માધ્યસ્થ-અષ્ટક - 241 જુશ્રુત કહીએ (લાકડા ઉપર સુથાર સૂત્ર છાંટે છે ને સીધી લીટી પડે છે તે સીધે અર્થ ગ્રહણ કરનાર, કહેનાર નય.) કારણકે ભૂત, ભવિષ્યની વસ્તુને ત્યાગ કરી વર્તમાન પદવીને (અવસ્થાને) અનુસાર સાંપ્રત કાળની મર્યાદાવાળા પદાર્થને કહેનાર હોવાથી જુસૂત્ર કહેવાય છે. અને તે ભાવના વિષયને પ્રકાર જાણવામાં પ્રવર્તે છે અને ભૂત ભવિષ્યની વસ્તુના ત્યાગ વિષેના વચનના જ્ઞાનમાં પ્રવર્તે છે. કારણ કે સર્વ વિકલ્પ રહિત અતિ પ્રમુગ્ધ સંગ્રહના આગ્રહવાળે તે નથી; તેમજ વ્યવહારની અયથાર્થતા માનનાર છે, કેમકે ચરણરહિત પુરુષને ગરુડ વેગવાળે કહેવા જેવો વ્યવહાર છે; વર્તમાન ક્ષણે રહેલા પરમાર્થને દર્શાવનાર અનુસૂત્ર છે. ભૂત-ભવિષ્યને સ્વીકાર અને ગધેડાના શીંગડાના સ્વીકારમાં ભેદ નથી. બળી ગયેલે, નાશ પામેલે પદાર્થ કોઈને વિષય ન થાય. અને અઘટ આદિ લક્ષણવાળી માટી આદિ અન્ય પદાર્થ હોવાથી ઘટાદિ થાય તે કાળે પણ ઘટાદિ રૂપ નથી જ અને તે એક માટીરૂપ દ્રવ્ય અન્ય પ્રકારે વર્તતું નથી, તે શું છે? બીજું જ છે, કારણકે બીજારૂપે પ્રતીતિ થાય છે; અન્ય પ્રકારે ઉત્પન્ન થાય છે અને પિંડ આદિ કિયા કાળે કુંભાર (કુંભ કરનાર) એવું નામ ઘટતું નથી. જે તે પિંડમાંથી તાવડી વગેરે બીજું પણ કરે તે તેને કરનાર ન કહેવાય; પટાદિ કરવા પ્રવર્તે પણ જે અન્ય પ્રથમના વિજ્ઞાનના સંબંધવાળે. કુંભાર જ કહેવાય તે પછી બધા લેક વ્યવહારમાં ખલેલ પડે; તેથી પૂર્વાપર ભાગ રહિત સર્વ વસ્તુમાં જણાતી વર્તમાન ક્ષણ સત્ય છે, અથવા ભૂત ભવિષ્ય સત્ય નથી. વર્તમાનાદિ નાસ્તિક આદિ છે. તેમને સિદ્ધાંત - “વરદ્વાર” ઇત્યાદિ, 16