________________ 250 જ્ઞાનમંજરી વ્યવહાર નય - જલ લાવવા આદિ વ્યવહારવાળે ઘડે તે ઘટ, સુખ-દુઃખ વેદવાપણું આદિ વ્યવહારવાળે જીવ તે જીવ છે. 4 જજુસૂત્ર નય - વર્તમાન નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ઘડાની ચેષ્ટા–ક્રિયા આદિ પર્યાયને કહેનાર શબ્દને ઘટ કહે છે. એ પ્રકારે નામ આદિ ચાર નિક્ષેપવાળે જીવ દ્રવ્ય-ભાવ પ્રાણને આધારે જીવતે હેવાથી જીવપણુરૂપે વસ્તુતાએ વર્તમાન (વર્ત) જીવે આ નય દ્વારા ગ્રહણ કરવા ગ્ય છે. 5 સાંપ્રત નય (શબ્દ નય) :-- ઘટ શબ્દ ઘટપણાના વર્તમાન સર્વ પર્યાય ગ્રહણ કરે છે. વર્તમાન અવયવ અને પ્રવૃત્તિ શક્તિવાળે જીવત્વ આદિ નામવાળે તે જીવ છે. સમભિરૂઢ નય - ઘટમાં કુટવ આદિ પર્યાયને સંક્રમ નહીં કરે તે સમભિરૂઢ નય છે, જે પર્યાયમાં વર્તે છે તેવા ઉદયવાળા પર્યાયધારી અન્ય જીવન પર્યાયને સંક્રમ નહીં કરતાં સ્વપર્યાયને જણાવે તે સમભિરૂઢ નયે જીવ કહેવાય છે. 7 એવંભૂત નય :- જ્ઞાન-દર્શનરૂપ સંપૂર્ણ પર્યાયની પ્રવૃત્તિમાં વતે જીવ એવંભૂત નયે જીવ કહેવાય છે. એમ શબ્દ ચેજના કહી. તત્વાર્થવૃત્તિમાં વળી કહ્યું છે કે –તૈગમ નય દેશગ્રાહી, સંગ્રહ નય સામાન્યગ્રાહી, વ્યવહાર નય વિશેષગ્રાહી, ત્રાજુસૂત્ર નય વર્તમાન વસ્તુગ્રાહી, શબ્દનય વર્તમાન ભાવગ્રાહી, સમભિરૂઢ નય દરેક શબ્દને ભિન્ન અર્થ ગ્રહણ કરનાર