________________ 16 માધ્યસ્થ-અષ્ટક 249 પણ નથી. તે કેવા છે? તે કહે છે:- વિજ્ઞાનથી જાણતા જીવાદિ સ્વસંવેદનરૂપ તેમજ ઘટપટાદિ શબ્દના વાચ્ય પદાર્થના અન્ય અભિપ્રાય સહિત વિજ્ઞાન ભેદ છે, વસ્તુ જ અનેક ધર્મોરૂપ અનેક પ્રકારના જ્ઞાનથી જણાવાય છે. એક વસ્તુ સંબંધી જ્ઞાન વિશેષો તે નયે છે. તેનાં ઉદાહરણ જણાવે છે : 1 નૈગમનય-ઘડે એમ કહેતાં લેકપ્રસિદ્ધ કુંભારની ચેષ્ટાથી બનેલે મોટા પેટ અને બૂધાવાળે (બરોળ), પાણી, ઘી, દૂધ આદિ લાવવા માટે અન્ય સ્થાને લઈ જવાય તે અગ્નિમાં પકાવેલે પદાર્થ વિશેષ, સેનું, પથ્થર આદિથી થયેલા સમગ્ર સામાન્ય વિશેષ વ્યક્તિ ભેદ ગ્રહણ કરનાર, સંકલ્પ યેગ્ય તેની સત્તાદિને કે દેશ-અંશને ગ્રહણ કરનાર વિજ્ઞાન વિશેષ વડે ઘટ સમજાય છે. એ પ્રકારે જીવ પણ લેક પ્રસિદ્ધ ચેતના અને ગપ્રવૃત્તિરૂપ ક્રિયાથી બનેલે, શરીર આકારે અસંખ્ય પ્રદેશવાળે અનેક આકાર (સંસ્થાન) રૂપ, આહાર-વિહાર ક્રિયા કરવા સમર્થ, નર નારક દેવારિરૂપ હેવા છતાં જ્ઞાન શરીર આદિ, અપર્યાપ્ત આદિ સમગ્રપણે પર્યાયાદિ દ્રવ્ય વિશેષ તે જીવ છે. 2 સંગ્રહનય:-- એક ઘટ સંબંધી કે બહુ ઘડા સંબંધી નામ–સ્થાપના-દ્રવ્યથી ઓળખાતા ભૂત ભવિષ્ય અને વર્તમાન પર્યાયે માંથી એક કે અનેક ઘડાને સામાન્યરૂપે બંધ થાય છે તે સંગ્રહ નય છે. સામાન્ય જીવની સત્તા ગ્રહણ કરનાર જ્ઞાન વિશેષ પણ સંગ્રહ નય છે, સૂક્ષ્મ નિગદથી સિદ્ધપણું સુધીનાં તે શરીરે સંબંધી, જ્ઞશરીર અને ભવ્ય શરીરે સંબંધી સમાનરૂપ જીવનું જ્ઞાન વિશેષ તે સંગ્રહ અધ્યવસાય છે. અધિકપણે જેથી જણાય તે અધ્યવસાય.