________________ 16 માધ્યસ્થ-અષ્ટક . 247 ભાવ જ શબ્દથી કહેવા યોગ્ય છે, બીજા બધા ઈચ્છેલા નહીં કારણ કે તે કાર્યનાં કારણરૂપ છે. (6) સમભિરૂઢ નયનું લક્ષણ જણાવતાં હવે કહે છે: વિદ્યમાન વર્તમાન પર્યાયને પ્રાપ્ત ઘટાદિ પદાર્થોમાં અસંક્રમ એટલે શબ્દને અન્ય અર્થ ન થ તે અસંકેમ ઘટ શબ્દમાં વિદ્યમાન ઘટ ચેષ્ટાવાળા પદાર્થને મૂકીને અન્ય કુટ આદિ પદાર્થ જણાવવાનું સામર્થ્ય છે કારણ કે તે પણ પદાર્થ છે, એમ જે ઘટ શબ્દને કુટ આદિ અર્થ માનીએ તે તે પ્રકારે સર્વ સંકર આદિ દોષો લાગે છે. તેથી એક શબ્દથી જે પદાર્થ કહેવાય છે તે અન્ય શબ્દથી કહેવાતે પદાર્થ કદી નથી એમ અસંક્રમ વિચારણાવાળે અભિપ્રાય તે સમભિરૂઢ નય છે. (7) એવંભૂત નયનું સ્વરૂપ કહે છે :-વ્યંજન એટલે શબ્દ તેને અર્થ એટલે કહેવા ગ્ય (વાચ્ય) પદાર્થ તે વ્યંજન અને અર્થનું જ સંઘટન કરે તે ઘટ. જે નામ છે તે જ કિયામાં પ્રવર્તેલા પદાર્થને જ–જલ રાખવા કે જલ લાવવા સમર્થ શબ્દ અને જલ આદિ લાવવારૂપ ક્રિયા કરતા પદાર્થને ઘટ માન્ય છે, પણ તે ક્રિયાથી રહિત હોય તે ઘટ ન કહે. આમ યથાર્થતા દર્શાવતે અભિપ્રાય એવંભૂત નય કહેવાય છે. કેઈ પ્રશ્ન કરે છે કે નય એ કર્યો પદાર્થ છે? નવંતે કરáતે એટલે દેખાડાય તે નય, સામાન્ય આદિરૂપે પદાર્થને દર્શાવે છે તેથી નય કહેવાય છે, પિતાના અર્થને પ્રાપ્ત કરાવનાર તેથી પ્રાપક કહેવાય છે, તેનું વિજ્ઞાન આત્માને કરાવે છે તેથી કારક કહેવાય છે, એકબીજાને ભેદ પાડી