________________ 246 જ્ઞાનમંજરી મુખ્યતા છે. વિસ્તારથી ફેલાયેલા અનેક અર્થ જેમાં છે એ વિસ્તૃતાર્થ અભિપ્રાય વિશેષને વ્યવહાર કહે છે.. (4) ત્રાજુસૂત્રનું લક્ષણ જણાવવા કહે છે --આકાશપુષ્પની પેઠે અસત્ નહીં પણ સ=વિદ્યમાન પદાર્થોનું તેમાં પણ વર્તમાન અવસ્થાવાળા પદાર્થોનું નામ શબ્દ, સૂક્ષ્મજ્ઞાન જણાવનાર વિજ્ઞાન સંભવે છે તે જુસૂત્ર છે. વ્યવહાર નયે માનેલા વિશેષને જ આશ્રય કરતાં વિદ્યમાન વર્તમાન ક્ષણવાળા પદાર્થ સ્વીકારતાં સ્થાપન પણ વર્તમાનનું જ સ્વીકારે છે; ભૂત-ભવિષ્ય અવસ્થાને રજુસૂત્ર ન સ્વીકારે કારણ કે કોઈ પદાર્થ તે પ્રકારે કહી શકાતું નથી. તથા સૂક્ષ્મજ્ઞાન પણ વર્તમાનને આશ્રય લે છે, ભૂત કે ભવિષ્યને નહીં, કારણ કે તે સ્વભાવને ધારણ કરતા નથી. તેથી વસ્તુનું નામ તે વિજ્ઞાન અને પિતાની વર્તમાન અવસ્થારૂપ જ તે હોય છે એ અભિપ્રાય તે ત્રાજુસૂત્ર એમ તેનું યથાર્થ નામ છે. (5) શબ્દનય :–જે કારણે ભાવરૂપે, એટલે નામ સ્થાપના દ્રવ્યથી રહિત, પદાર્થ ઘટ આદિ યથાર્થ છે તેનું નામ શબ્દ તે યથાર્થ નામને આશ્રયે જે અભિપ્રાય છે તે શબ્દનાય છે. વર્તમાન પિતાના વિદ્યમાન ભાવ ઘટને જ તે આશ્રય કરે છે, અન્યને નહીં. કહેવા યોગ્ય પદાર્થમાં જે પ્રસિદ્ધપણું, વિજ્ઞાન છે તે સાંપ્રત (શબ્દ) નય છે. તે વિષે કહે છે - નામ આદિ દરેક વિશેષ વર્તમાન પર્યાયવાળામાં પણ પ્રસિદ્ધ વાચક (જણાવનાર) તે જે શબ્દ છે તે ભાવ કહેનાર શબ્દ ઉપરથી કહેવા ગ્ય ભાવરૂપ પદાર્થમાં પ્રવર્તતે અભિપ્રાય તે સાંપ્રત નામે નય કહેવાય છે કારણકે