________________ 16 માધ્યસ્થ–અષ્ટક 245 સામાન્ય નિદેશરૂપ લીધેલા ઘટ આદિ શબ્દના અર્થ-જલ - ધારણ આદિ માટે સમર્થ એવા શબ્દાર્થનું જ્ઞાન, તે શબ્દને લાલ જાના -જલ ઘટાદિ અર્થ કહેવાય છે, તેનું પરિજ્ઞાન, ઓળખાણ ઘટ પ્રકારના અન્ય અધ્યવસાય તે નૈગમ સામાન્ય અને વિશેષના આધારે તે દેશગ્રાહી અને સમગ્રાહી બે ભેદે છે. સ્વરૂપથી આ ઘડે છે એમ કહે ત્યારે તે સામાન્ય ઘટ છે; ઘડા નામથી ઓળખાતી સર્વ વ્યક્તિઓના સર્વ સામાન્યરૂપે એ શબ્દ હોવાથી સમગ્રગ્રાહી નૈગમનય કહેવાય છે. તથા વિશેષપણે સેનાને, માટીને, ચાંદીને, ઘેળો ઈત્યાદિ વિશેષ જણાવે ત્યારે દેશગ્રાહી નૈગમનય કહેવાય છે. (2) હવે સંગ્રહના અવયવ અર્થે કહે છે - સામાન્ય વિશેષરૂપ પદાર્થોને એક ભાવે ગ્રહણ કરે, આશ્રય કરે તે અભિપ્રાય તે સંગ્રહનય કહેવાય. નૈગમનયે માન્ય કરેલા સામાન્ય અને વિશેષેને સંગ્રહનય એક કરીને સામાન્યને જ કેવળ સત્તા સ્વભાવે સ્થાપે છે, કારણકે સત્તાથી વિશેષ ભિન્ન નથી. (3) વ્યવહારનું લક્ષણ કહેવા કહે છે - લૌકિક વિશેષ વડે જ ઘટ આદિને વ્યવહાર થાય છે તે ઉપચારરૂપે ઘણું કરીને હેાય છે. અન્ય પ્રકારે સિદ્ધ થતા પદાર્થને અન્ય પ્રકારે આપ આદિ કરી જણાવ તે ઉપચાર કહેવાય છે. જેમકે “કુંડી ટપકે છે, “આ રસ્તે ક્યાં જાય છે?” તેમાં ખરી રીતે કૂડીમાં રહેલું પાણી ટપકે છે, એ રસ્તે ચાલનાર પુરુષ અમુક ગામ જાય છે, એમ ઉપચારની