________________ 248 જ્ઞાનમંજરી સુંદર વિજ્ઞપ્તિ (ઓળખાણ) કરાવી અપૂર્વને સાધે છે તેથી સાધક પણ કહેવાય છે. નિવૃત્તક, ઉપલંભક આદિ પર્યાયે તત્વાર્થસૂત્રથી જાણવા. અહીં કર્તા અને ક્રિયાને અભેદ જાણ. કારણકે તે જ પદાર્થ કર્તા છે એમ સ્વતંત્રતાથી કહેવાય છે, તેથી તે જ સાધ્ય સ્વરૂપે વર્તમાન ક્રિયા છે એમ કહેવાય છે, તેથી તે બન્નેમાં અત્યંત ભેદ નથી. હવે તે ન તંત્રાંતરીય કે મતાન્તરીય છે કે સ્વતંત્ર છે? તે સાત જિનવચનના વિભાગ કરવાવાળા કે પક્ષના આગ્રહ કરનાર મતિભેદ છે? અથવા એ પ્રકારે સર્વત્ર મિથ્યાત્વથી પણ પ્રતિષ્ઠા પામે છે? તેથી (ઉમાસ્વામી) આચાર્ય ઉત્તર આપે છે તે જણાવ્યો છે - તે નયે અન્ય સિદ્ધાંતના પ્રરૂપક (તંત્રાન્તરીય) પણ નથી, તેમજ ગમે તેવા બુદ્ધિભેદ દ્વારા જૈન પ્રવચનને સિદ્ધ કરવા સર્વથા સ્વતંત્રરૂપે પ્રવર્તનાર 1 “નયા: પ્રાપ: 2T: સાધવા નિર્વર્તન ના ઉપलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम्" (तत्त्वार्थाधिगमभाष्य अ. 1, सू० 35 માધ્ય) : જે જીવાદિ પદાર્થોને સામાન્યરૂપે પ્રકાશિત કરે તે નય કહેવાય છે. જે તે પદાર્થોને આત્મામાં પ્રાપ્ત કરાવે, પહોંચાડે તે પ્રાપક આત્મામાં અપૂર્વ પદાર્થના જ્ઞાનને ઉત્પન્ન કરાવે તે કારક; એક પદાર્થ બીજા પદાર્થરૂપે મિશ્ર ન થાય તેમ પરસ્પર ભિન્નરૂપ રહે તે પ્રકારે વિજ્ઞપ્તિરૂપ તથા સિદ્ધિના ઉપાયભૂત વચનો જે સિદ્ધ કરે તે સાધક, પોતાના નિશ્ચિત અભિપ્રાય દ્વારા જે વિશેષ અધ્યવસાયરૂપ ઉત્પન્ન થાય તે નિર્વક, જે નિરંતર વસ્તુના અંશને ભાસ જણાવવું કરે તે નિર્ભસક, વિશિષ્ટ ક્ષયપશમની અપેક્ષાએ અત્યંત સુક્ષ્મ પદાર્થ વિશેષોમાં જે આત્મા કે જ્ઞાનનું અવગાહન કરાવે તે ઉપલંભક જે જીવાદિ પદાર્થોને પોતાના અભિપ્રાય પ્રમાણે યથાર્થ સ્વભાવમાં સ્થાપિત કરે તેને વ્યંજક કહે છે એ બધા શબ્દ એક જ અર્થ(નય)ના વાચક છે.