________________ 236 જ્ઞાનમંજરી नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने / समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः // 3 // ભાષાર્થ –પિતાપિતાના અભિપ્રાયે સાચા પણ બીજા નય યુક્તિ કરી ચલાવે ત્યારે જે નિષ્ફળ છે, કેમકે સર્વનય સપ્રતિપક્ષ છે, તે તેને વિષે જેમનું મન પક્ષપાત રહિતપણું (સરખે સ્વભાવ) ધરનાર છે, તે મહામુનિ મધ્યસ્થ છે. જે એકનય પક્ષપાતી હોય તે અદ્રષ્ટ સિદ્ધાંત (સિદ્ધાંતના અજાણુ) કહીએ. કહ્યું છે કે - ' नियवयणिज्जे सच्चा सव्वणया परवियालणे मोहा / ते पुण अदिठ समओ विभयइ सच्चेव अलिए वा / / ભાવાર્થ –સર્વ નયે પિતાના અભિપ્રાયે સાચા છે, પરનય ચલાવે ત્યારે નિષ્ફળ છે; વળી તે સાચા જ છે કે જૂઠા જ છે, એમ એક નયને પક્ષપાત કરનાર સિદ્ધાંતને જાણનાર નથી. અનુવાદ :-- સ્વ અર્થે નય સત્ય સૌ, પરપક્ષે નહિ સત્ય; અપક્ષપાતી મન નયે, તે મહામુનિ મધ્યસ્થ. 3 જ્ઞાનમંજરી :--મહામુનિ મધ્યસ્થ કહેવાય છે. તેમનું મન અન્ય ન વડે કહેલા વસ્તુધર્મોમાં, તેમનાં પ્રવર્તનમાં સમભાવવાળું, પોતાના પક્ષપાત રહિત હોય છે. નયે કેવા હોય છે? પિતાને અભિપ્રાય સ્થાપવામાં કુશળ, સત્ય હોય છે; પર અભિપ્રાય સ્થાપવામાં નિષ્ફળ, પરાક્ષ સ્થાપવામાં અસત્ય; માત્ર સ્વમત–સ્થાપન ધીર હોય છે. યથાર્થ ભેદજ્ઞાનના અભ્યાસી ઈષ્ટ–અનિષ્ટતા રહિત ઉપગવાળા, શમ ગુણવંત મુનિ મધ્યસ્થ હોય છે,