________________ 234 જ્ઞાનમંજરી क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु / आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम् // 4 // ભાવાર્થ :- (અનુષ્ટ્રપ) મા કરે કે કદિ પાપ, કોઈ દુઃખી થશે નહીં, બધાયે મેક્ષ પામે એ, મતિ, મૈત્રી બુધે કહી. 1 સર્વ દે તજ્યા જેણે, ઓળખે વસ્તુ-તત્ત્વને; તેમના ગુણમાં પ્રીતિ, પ્રમાદ સુજ્ઞ તે ગણે. 2 દીન દુઃખી, ભય બ્રાન્ત, જીવવા યાચના કરે; તેમના હિતની બુદ્ધિ, કરુણુ કહી જિનવરે. 3. નિશંક કૂર-કર્મી ને, નિંદે જે ગુરુ–દેવતા સ્વવખાણ કરે તેની ઉપેક્ષા તે મધ્યસ્થતા. 4 અથવા પરહિત–ચિંતા મૈત્રી, પરદુઃખ હરવાતણું મતિ કરુણા પર સુખથી સુખી મુદિતા, ઉપેક્ષા પર દોષ અવગણના. 1 એમ ભાવનાનાં લક્ષણ યેગશાસ્ત્રમાં કહ્યાં છે. વ્યવહાર નયથી, નિશ્ચયનયથી, શુભઅશુભપણે પરિણમેલા સર્વ જીવ અને પુદ્ગલે પ્રત્યે રાગદ્વેષ રહિતપણે પરિણમવારૂપ મધ્યસ્થતા છે. તે નામ આદિ ભેદે ચાર પ્રકારે છે, તેમાં દ્રવ્ય મધ્યસ્થતા ઉપગ રહિત, સાધ્ય–સાધનના ભાન વિનાનાને હોય છે, ભાવમધ્યસ્થતા મુનિની મધ્યસ્થપરિણતિ છે. પ્રથમના ચાર નયે દ્રવ્ય મધ્યસ્થતા છે; છેલા ત્રણ નયે ભાવ મધ્યસ્થતા છે; સાધન કાળે સાધનારૂપ હોય છે, અને વીતરાગને સર્વ અન્ય જીવ અને પુગલ સમૂહ પ્રત્યે નથી રાગ કે નથી કેષ; તે સિદ્ધરૂપ મધ્યસ્થતા ઉત્સર્ગ એવંભૂત ગણાય છે તે વિષે કહે છે :