________________ 15 વિવેક-અષ્ટક 227 શ્રી જિનભદ્ર પૂજે કહ્યું છે - "कारणमहवा छद्धा, सतंतोत्ति कारणं कत्ता / कज्ज पसाहगतमं करणंमि उ पिंडदंडाई / / " વ્યાખ્યા –અથવા છ પ્રકારે કારણ છે. તેમાં સ્વતંત્રસ્વાધીને કારણ તે કર્તા છે. જેમકે ઘડાને કર્તા કુંભાર છે. તે પ્રમાણે આત્મામાં વ્યાપીને રહેલા અભેદરૂપ ગુણોની સ્વસ્વરૂપે પરિણમવારૂપ કાર્યની વ્યાપારરૂપ પ્રવૃત્તિ - કિયા કરે છે તેથી આત્મા કર્તા છે. કાર્યને પ્રકૃષ્ટપણે સાધનાર કારણ તે કરણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે તેના ભેદ છે. ત્યાં ઘડામાં માટીને પિંડ ઉપાદાન કારણ છે, દંડ આદિ નિમિત્ત કારણ છે. તે પ્રમાણે આત્મા કર્તા, જ્ઞાનાદિ કાર્ય છે. તેમાં સ્વસત્તા પરિણતિ તે ઉપાદાન કારણ છે સ્વરૂપ શુદ્ધિ શુદ્ધ પારિણમિક કાર્યમાં નિમિત્તને અભાવ છે. તેથી કર્મને ક્ષય કરવારૂપ અને શુદ્ધ આત્માના પ્રગટવારૂપ સાધન કાર્યમાં પણ આત્મા કર્તા છે, તત્વસિદ્ધિ કાર્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ આત્મગુણો સ્વધર્મ સાધનને અવલંબનારા ઉપાદાન કારણરૂપ છે અને નિર્વિકાર વીતરાગના વાક્યો આદિ નિમિત્ત કારણ છે. कम्मं किरियाकरणं मिहनिविट्ठो जह न साहोइ / अहवा कम्मं कुंभो सकारणं बुद्धि हेउत्ति // 1 / / भव्वोत्तिव जोगोत्तिव सक्काति व सोसरूव लाभस्स / करणं सन्निभंमि विजन्नागासत्थमारंभो // 2 // वझं निमित्ताविक्खंकज्ज चिय कज्जमाणकालंमि / होइ सकारणमिहरा विवज्जया भावया होज्जा // 3 //