________________ 226 જ્ઞાનમંજરી ખાવાથી વિશેષ જવર થાય છે. અનુવાદ - પર્ કારક એકત્વ જ્યાં, લહે જીવનું જીવ માંય, અવિવેક–જવર વિષમતા, જડ-મજજનથી ને ત્યાંય. 7 જ્ઞાનમંજરી - કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ પિતાના છ કારકેની એકતા એક પિતાના આત્મદ્રવ્યમાં જ જે (આત્માના કર્તાપણાની પ્રવૃત્તિના વિભાગ કરવામાં કુશળ) પુરુષ કરે તે પુરુષને અવિવેક (અજ્ઞાન) રૂ૫ તાવની વિષમતા ક્યાંથી થાય ? જડમાં મગ્ન થવાના કારણે અવિવેકરૂપ તાવ આવે છે. “મિનવા એ પાઠ પણ છે. ત્યાં મૂર્ખતા (જડિમા-મૂઢતા)ને આવેશ તે અજ્ઞાન વરનું કારણ છે, એમ સમજવું. અથવા “મન્નના પાણીમાં ડૂબકીઓ ખાઈને ખૂબ નાહવાથી ભારે તાવ ચઢી આવે છે. અહીં છ કારકની વ્યાખ્યા શ્રી વિશેષાવશ્યકને અનુસરીને કહે છે - આત્મા કર્તા છે તથા જે કર્તા–આત્મા છે તે અન્ય છે તે કારક ચકવાળે છે સ્વગુણમાં પરિણમવારૂપ, જાણવાની ક્રિયાને આત્મા કારક હોવાથી કર્તા છે, જ્ઞાનાદિ અનંત ગુણની પ્રવૃત્તિ કાર્ય છે ગુણે કારણ (કરણ) રૂપ છે, ગુણપર્યાના ઉત્પાદ પર્યાનું આશા પાત્ર હેવાથી સંપ્રદાન છે; નાશ પામેલા પર્યાનું ભિન્ન થવાપણું હોવાથી અપાદાન છે; તથા અનંત ગુણપર્યાયે આધાર હોવાથી આત્મા આધાર (અધિકરણ) છે. આત્મામાં આત્મા આત્માને આત્માવડે આત્મા માટે આત્માથી પરિણમન વૃત્તિઓ કરે છે.