________________ 14 વિદ્યા-અષ્ટક 205 અનિત્યમાં એટલે ચેતનથી ભિન્ન જાતિના મૂર્ત યુગલના ગ્રહણથી ઉત્પન્ન થયેલા પરસંગમાં નિત્યપણાની બુદ્ધિ તે અવિદ્યા; અશુચિમાં એટલે નવદ્વારરૂપ છિદ્રો વડે મલ બહાર કાઢતાં શરીર આદિમાં, સ્વરૂપથી ભ્રષ્ટ કરાવનાર ક્રોધાદિરૂપ અશુદ્ધ પરિણામનાં નિમિત્તેમાં શુચિ(પવિત્ર) પણની બુદ્ધિ, પુદ્ગલ આદિ અજીવ (અનાત્મ) પદાર્થોમાં આત્મબુદ્ધિ એટલે અહંભાવ અને મમત્વ ભાવની માન્યતા, આ શરીર મારું છે, એ હું જ છું, તે પુષ્ટ થાય તે હું પુષ્ટ થાઉં છું એવી બુદ્ધિ-કહેવું, સમજવું, તેમાં રમણતા થવી તે અવિદ્યા, ભ્રમ-બુદ્ધિ છે. જે તત્વબુદ્ધિ શુદ્ધ આત્મામાં નિત્યપણું, શુચિપણું, આત્માપણું જણાવે તે વિદ્યા અથવા તત્વવિવેક છે. અહીં નિત્યપણું કહ્યું તે ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ હોવા છતાં મુખ્યત્વે ગૌણ પ્રકારે દ્રવ્યાસ્તિક ફૂટસ્થ નિત્યતા જાણવી. પરમાર્થના સાધનમાં પ્રવીણ આ વિદ્યા જ્ઞાન, શ્રદ્ધાન, અને ચારિત્ર સ્વરૂપ મોક્ષના ઉપાયરૂપગમાં પ્રવર્તતા કુશલ ભેગાચાર્યોએ કહી છે. અહીં ભેદજ્ઞાન સાધન છે. અધ્યાત્મબિંદુમાં કહ્યું છેઃ "यावंतो ध्वस्तबंधा अभूवन् , भेदज्ञानाभ्यास एवात्र मूलं / यावंतोऽध्वस्तबंधा भ्रमंति, भेदज्ञानाभाव एवात्र बीजं // " - ભાવાર્થ : (દોહરો) ભેદ-જ્ઞાન અભ્યાસથી, થયા સિદ્ધ અનંત, ભેદ-જ્ઞાન વિના નહીં, લહે કઈ ભવ–અંત. 1 અર્થ :–જેટલા બંધરહિત થયા તે બધાનું મૂળ કારણ ભેદજ્ઞાનને અભ્યાસ જ છે. જેટલા બંધન છેદ્યા વિના ભમે છે તે બધાનું બીજ (કારણ) ભેદજ્ઞાનને અભાવ જ છે. 1