________________ 204 જ્ઞાનમંજરી રૂપ અને અલૌકિક (લેકોત્તર) બે પ્રકારે છે–પ્રવચનરૂપ લકત્તર-વિદ્યા, મહાભારત–રામાયણ ઉપનિષદરૂપ અને સુપ્રવચનિકા લેકેત્તર વિદ્યા, આવશ્યક આચારાંગ આદિરૂપ જાણવી. વળી જ્ઞશરીર, ભવ્ય શરીરને વિદ્યાને અભ્યાસ કર્યા છતાં તેને લક્ષ (ઉપયોગ) ન હોય ત્યારે દ્રવ્યવિદ્યા કહેવાય, અથવા હેય-ઉપાદેયની પરીક્ષા રહિત ઉપગ રહિત પુરુષની વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથારૂપ વિદ્યા અનુપ્રેક્ષા વિનાની પણ ચેતનાનું જાણવારૂપ કાર્ય હેવાથી દ્રવ્ય વિદ્યા જાણવી, ભાવવિદ્યા તે લે કેત્તર અહતનાં કહેલાં આગમના રહસ્યના અભ્યાસીની નિત્ય અનિત્ય આદિ અનંત પર્યાયરૂપ જ્ઞાન રૂ૫ ઉપાદેય બુદ્ધિ, વિભાવ આદિ અનંત પરભાવના ત્યાગરૂપ બુદ્ધિરૂપ જાણવી. અહીં ભાવવિદ્યાના અભ્યાસને પ્રસંગ છે. મતિ આદિ જ્ઞાનરૂપ ક્ષપશમના નિમિત્તવાળી ઇન્દ્રિય આદિ નૈગમનયે વિદ્યા છે. સર્વ જીવ દ્રવ્યો સંગ્રહનયે વિદ્યા રૂપ છે, દ્રવ્યકૃત વ્યવહાર વિદ્યા છે, જુસૂત્રનયે વાચનાદિ વિદ્યા છે, શબ્દને યથાર્થ ઉપયોગ તે વિદ્યા છે. સમધિરૂઢનયે કારણ-કાર્યાદિ સંકરરૂપ (કારણકાર્યરૂપે પરિણમે તે) સવિકલ્પ ચેતના ક્ષાપશમિકી સાધના-અવસ્થારૂપ વિદ્યા છે, અને એવંભૂત નયથી સાધક નિર્વિકલ્પ, તાત્વિક અવસ્થામાં હોય તે દશારૂપ વિદ્યા, તથા કેટલાક કેવળજ્ઞાનરૂપ સિદ્ધ વિદ્યાને એવંભૂત નયે વિદ્યા કહે છે. એમ શરૂઆતના ચાર નયે દ્રવ્ય નિક્ષેપ પ્રમાણે કારણરૂપને વિદ્યા ગણે છે. તેથી છેલ્લા ત્રણ નય પ્રમાણે ભાવવિદ્યારૂપે કાર્યરૂપ ઉત્તરોત્તર સૂક્ષ્મપણે ગ્રહણ કરી છે. ત્યાં કારણના ઉદ્યમવડે કાર્યના આદરવાળા થવું.