________________ 218 જ્ઞાનમંજરી જ્ઞાનાવરણાદિ કર્મ અને સચ્ચિદાનંદ સ્વરૂપ જીવની ક્ષીર–નીરની પેઠે સદા એક્તા થઈ રહી છે તેને લક્ષણદિ ભેદે જે મુનિરૂપ હંસ ભિન્ન ભિન્ન કરે છે તે ભેદજ્ઞાની છે; વિવેકવાન છે. જીવ નિત્ય છે, પુદ્ગલના સંયોગે અનિત્ય છે, જીવ અમૂર્ત છે, પુદ્ગલે મૂર્ત છે, જીવ અચળ છે, પુદ્ગલો ફરતાં છે, ચંચળ છે, જીવ જ્ઞાનાદિ અનંત ચેતના (ઉપગ) લક્ષણવાળે છે, પુગલે અચેતન, જડ છે, જીવ સ્વરૂપને કર્તા, સ્વરૂપને જોક્તા અને સ્વરૂપમાં રમણતારૂપ ભાવમાં સ્થિર છે, પુદ્ગલે કર્તાપણાદિ ભાવથી રહિત છે, ઇત્યાદિ લક્ષણે વડે ભેદ કરીને જે વૈરાગ્યવંત હોય છે તે મુનિ, શ્રમણ વિવેકવાન છે એમ જાણવું. देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे / भवकोटयाऽपि तद्भेद-विवेकस्त्वति दुर्लभः // 2 // ભાષાર્થ - સંસારમાં દેહ, આત્મા (જીવ), વચન, ચિત્ત, ચૈતન્ય આદિને અવિવેક (જુદા ન જાણવા) એ સદા સુલભ છે, તે દેહ, આત્મા આદિકનું ભેદ પરિજ્ઞાન–આત્માના એકત્વપણાને નિશ્ચય થ કટિ જન્મમાં પણ અત્યંત દુર્લભ છે. ભેદ-જ્ઞાતા કેઈક જ હેય. “સમય-પ્રાકૃત(સાર)માં કહ્યું છે - "सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा / एयत्तेस्सुवलंभो ण वरिण सुलहो विहत्तस्स // " અર્થ –સર્વેય લેકોને કામ-ભગ સંબંધી બંધની કથા તે સાંભળવામાં, પરિચયમાં અને અનુભવવામાં પણ