________________ 15 વિવેક-અષ્ટક 221 આત્મા પરભાવને કર્તા નથી, તે પર ઉપાધિથી શુદ્ધ આકાશમાં તિમિરરોગે રેખાથી વિચિત્રતા જણાય છે તેમ વિકાર સહિત આત્મા જણાય છે એમ કહ્યું, પણ અન્યના વિકારથી (આત્મામાં) વિકારતા કેમ કહેવાય ? તેને ઉત્તર આપતાં કહે છે - यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते / शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा // 4 // ભાષાર્થ –જેમ સુભટોએ કરેલું યુદ્ધ સ્વામીને વિષે ઉપચાર કરી કહેવાય છે, સેવકોએ કરેલે જય પરાજ્ય સ્વામીને ગણાય છે, તેમ અવિવેકે કરેલે કર્મ પુદ્દગલને પુણ્યપાપના ફળરૂપ વિલાસ શુદ્ધ આત્માને ઉપચારથી ગણાય છે. અનુવાદ - દ્ધા યુદ્ધ કરે છતાં, તૃપમાં ઉપચાર કરાય તેમજ અવિવેકે કહે, શુદ્ધાત્મા કર્મ કમાય. 4 જ્ઞાનમંજરી –-સુભટોએ કરેલું યુદ્ધ યુદ્ધના સ્વામી રાજામાં આરોપાય છે; જય, પરાજય, હર્ષ, શેક, કીતિ, અપકીર્તિ આદિ સ્વામીનાં મનાય છે. “આ રાજા જીત્યા, આ રાજા હાર્યા” એમ લેકમાં કહેવાય છે, તે સ્વામીપણને અંશ મમતાથી એકતા મનાયાને લીધે છે, તે પ્રકારે સંગ્રહ નયે શુદ્ધ આત્મામાં અજ્ઞાન–અસંયમરૂપ અવિવેક વડે જ્ઞાનાવરણાદિ કર્મોને સમૂહનું સામ્રાજ્ય વર્તે છે. તેથી સ્વસ્વરૂપનું કર્તાપણું, ભક્તાપણું પલટાતાં ગ્રાહકતા આદિ શક્તિઓના ગ્રહણથી તેના અકર્તાપણાને ઉપચાર જીવમાં થાય છે.