________________ 15 વિવેક-અષ્ટક 219 આવી ગઈ છે તેથી સુલભ છે; પણ માત્ર ભિન્ન આત્માને એકપણાની પ્રાપ્તિ કરી સાંભળી નથી, પરિચયમાં આવી નથી કે નથી અનુભવમાં આવી, તેથી એ જ એક સુલભ નથી. અનુવાદ : દેહ જ આત્મા આદિરૂપ, સદા સુલભ અવિવેક કેટિ ભવે દુર્લભ અતિ, તેને ભેદ વિવેક. 2 જ્ઞાનમંજરી –ત્રણ પ્રકારે આત્મા છે; 1 બાહ્યાત્મા, 2 અંતરાત્મા, અને 3 પરમાત્મા 1. જે મન, વચન, કાયા આદિમાં આત્માપણું માને છે, દેહ જ આત્મા છે એમ સર્વ પુદ્ગલ સંબંધી પ્રવર્તનમાં પિતાપણું માનનાર, તેમાં જ આત્મત્વ બુદ્ધિવાળે તે બાહ્યાત્મા છે, અથવા મિથ્યાવૃષ્ટિ છે. 2. કર્મસહિત અવસ્થામાં પણ જેને જ્ઞાનાદિ ઉપગરૂપ લક્ષણવાળા, શુદ્ધ ચૈતન્યથી ઓળખાતા, મહા આનંદ સ્વરૂપ, નિવિકાર અમૃત અવ્યાબાધરૂપ, સમસ્ત પરભાવથી મુક્ત આત્મામાં આત્મબુદ્ધિ થઈ છે તે અંતરાત્મા છે. સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનકથી ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યત અંતરાત્મ દશા ગણાય છે. 3. જે કેવલજ્ઞાન, કેવલદર્શન સહિત છે, શુદ્ધ સિદ્ધ છે તે પરમાત્મા સગી કેવળી અને સિદ્ધ એમ બે ભેદે કહેવાય છે. સર્વત્ર પરમાત્મપણાની સત્તા સમાન છે. તેથી ભેદજ્ઞાન વડે સર્વ સાધવા ગ્ય છે. શરીર જીવ છે, મન વચન કાયાદિમાં આ જીવ છે એ અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે. શરીર અને આત્માને ભિન્નપણે જાણવારૂપ વિવેક કરડે ભવે પણ પ્રાપ્ત થવે અતિ દુર્લભ છે. અનાદિ કાળથી પિતાની મેળે પરભાવને એકરૂપે રહેલા હોવાથી