________________ 14 વિદ્યા-અષ્ટક 209 - તેથી અસ્થિર, અપવિત્ર, ઉપાધિરૂપ, નવા બંધનું કારણ અને દ્રવ્ય-ભાવ અધિકરણ(આધાર)રૂપ દેહને સ્નાનાદિથી શું શણગાર! 4 હવે, દેહમાં આત્માપણાનું આરોપણ પણ બહિરાત્મપણાના દોષને સમૂહ છે, તેથી તે દૂર કરી સ્વરૂપમાં આત્માની પવિત્રતા કરવા એગ્ય છે તે વિષે ઉપદેશ કરે છે? यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् / / पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः // 5 // ભાષાર્થ - જે સમતારૂપી કુંડને વિષે સ્નાન કરીને પાપથી ઊપજેલા મેલને તજે છે તે સમ્યક્ત્વ ભાવિત (અંતર) આત્મા ફરીને મલિનપણને પામતે નથી, માટે અંતરાત્મા ઉત્કૃષ્ટપણે પવિત્ર છે. “વંઘન વોત્તઃ જાતિ” “કદાપિ બંધમાં જ નથી” એ ન્યાયે સમ્યફષ્ટિ થયે એટલે જ અંશે સ્માતક (કેવળ) થયે. તેથી ઉત્કૃષ્ટ બંધરૂપ મળ સમ્યફષ્ટિને ફરી ન આવે એ જ સહજ પવિત્રપણું જાણવું. અનુવાદ :- સમતા-કુંડે સ્નાન કર, પાપ મેલ દૂર થાય; અતિ શુચિ અંતર આતમા, ફરી મલિન નહિ થાય. 5 જ્ઞાનમંજરી -- દેહથી ભિન્ન આત્માને ઓળખનાર, સ્વપરને વિવેક સમજનાર અંતરાત્મા પરમ પવિત્ર જાણવા યેગ્ય (પુરુષ) છે. રાગ-દ્વેષ રહિતપણારૂપ સમતા એ કુંડ છે, તેમાં સ્નાન કરીને, પાપથી ઊપજેલા મેલને ટાળીને ફરીથી મલિનતા ન પામે તે પરમ પવિત્ર સમ્યક્ત્વને સંસ્કારવાળે આત્મા છે. “વધે જ વોત્તરૂ' એ વચન પ્રમાણે સમ્યફદ્રષ્ટિ 14