________________ 14 વિદ્યા-અષ્ટક 213 ભાવાર્થ - પ્રશ્ન :- તથારૂપ શ્રમણ વા માહણને અપ્રાસુકન લેવા ગ્ય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો વહોરાવવાથી સેવાભાવી શ્રાવકને શું થાય? ઉત્તર - હે ગૌતમ, તે ઘણી નિર્જરા કરે અને બહુ ઓછું પાપ કર્મ બાંધે. એ શાસ્ત્રની ટીકામાં એમ છે –અહીં કેટલાક એમ માને છે કે (અ) સંસ્તરણ આદિ કારણે જ અમાસુક આદિ દાનમાં બહુ નિર્જરા થાય છે; વગર કારણે નહીં. કારણ કે કહ્યું છે કે -- “संथरणम्मि असुद्धं दोण्हवि गेण्हतं दितयाणाहियं / आउर दिढतेणं तं चेव हियं अ संथरणे // " ભાવાર્થ ––સંથારામાં અશુદ્ધ આહાર આપનાર અને લાવનાર બનેનું હિત હોય છે, સંસ્તરણ (સંથારે કર્યો હોય ત્યારે)માં રેગીના દ્રષ્ટાંતે તે હિતરૂપ છે. પરંતુ બીજા તે કહે છે –કારણ હોવા છતાં ગુણવાન પાત્રને અપ્રાસુક આદિ દાન દેવામાં પરિણામને લઈને બહુ તે નિર્જરા થાય છે અને અતિ અલ્પ પાપકર્મ લાગે છે. એમ નિર્વિશેષતા હેવાથી સૂત્રની અને પરિણામની પ્રમાણુતા ગણવા યોગ્ય છે. કહ્યું છે કે -- परमरहस्समिसीणं, सम्मत्त गणिपिडगधरियसाराणं / परिणामिअं पमाणं, निच्छयमवलंबमाणाणं // 1 / / चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा / चरणकरणस्स सारं, निच्छ यसुद्धं न याणंति // 2 / / ભાવાર્થ :––સમ્યક ગણિ પિટક (દ્વાદશાંગી-શ્રુતજ્ઞાન) જાણનારામાં ઉત્તમ ઋષિઓનું પરમ રહસ્ય એ છે કે નિશ્ચયનું અવલંબન કરનારને પરિણામ જ પ્રમાણભૂત છે. 1