________________ 14 વિદ્યા-અષ્ટક 215 બાહ્યાભા તે મિથ્યાજ્ઞાની પહેલે ગુણસ્થાને, અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ, તે ચેથા ગુણસ્થાનકથી માંડી બારમા સુધી, પરમાત્મા કેવળી, તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે ગણવા. વ્યક્તિ પણે (પ્રગટપણે) બાહ્યાત્મા હોય તેને શક્તિપણે અંતરાત્મા (અંતરાત્મા થઈ શકે તેવી શક્તિવંત) કહીએ; વ્યક્તિપણે અંતરાત્મા હોય તે શક્તિપણે પરમાત્મા કહીએ અને ભૂતપૂર્વ ન્યાયે બાહ્યાત્મા કહીએ, વ્યક્તિ પણે પરમાત્મા હોય તે ભૂતપૂર્વ ન્યાયે (પહેલાં એક વખતે જે દશામાં હતા તે અપેક્ષાએ) બાહ્યાત્મા તથા અંતરાત્મા કહીએ; એ નવચનિકા જાણવી. અનુવાદ :- અવિદ્યા–તમ ટળ જતાં, વિદ્યા-અંજન થાય; તે પરમાત્મા યેગને, આત્મામાં જ જણાય. 8 જ્ઞાનમંજરી -- નિશ્ચયથી(હિ) સમાધિદશામાં પ્રવૃત્તચક્ર એગીએ પિતાના આત્મામાં જ ઉત્કૃષ્ટ, સંપૂર્ણ, સિદ્ધ સ્વરૂપ પરમાત્માને જુએ છે –આત્મામાં પરમાત્માને નિર્ધાર કરે છે. શાથી? તત્ત્વબુદ્ધિરૂપ વિદ્યા, તે જ અંજનના સ્પર્શથી આજેલી દ્રષ્ટિએ. ક્યારે? અયથાર્થ ઉપગ સ્વરૂપ અજ્ઞાન અંધકારને નાશ થાય ત્યારે, મિથ્યાત્વરૂપ અંધાપ ટળે ત્યારે સમ્યફદ્રષ્ટિએ આત્માને આત્મામાં જુએ છે. તેથી જ અનેક પ્રકારના ઉપયોગથી, કૃત–શાસ્ત્ર અભ્યાસથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે, તત્વની પરીક્ષા કરવા માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. યથાર્થ આત્મસ્વરૂપનું પરિજ્ઞાન તે પરોપકારી વિદ્યા છે. 8