________________ 208 જ્ઞાનમંજરી અનુવાદ :- શુચિને પણ અશુચિ કરે, ઊપજે અશુચિથી જ; તે તનમાં સ્નાનાદિથી, શુચિતા ગણ ભૂમબીજ. 2 જ્ઞાનમંજરી ––યથાર્થ ઉપયોગરહિત અજ્ઞાનીને દેહ ઇંદ્રિય આદિ પાંજરાને વિષે પાણી માટી આદિ સાધનથી પવિત્રતાને ભયંકર ભ્રમ (બાહ્ય ચેખાઈને ડોળ કરનાર શ્રોત્રિય આદિને) હોય છે. વળી જે જન્મથી જ જાતે અપવિત્ર છે તે (દેહ) જળ પ્રવાહથી શું પવિત્રતા પામે એમ છે? કે દેહ છે? કપૂર આદિ પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવા સમર્થ છે. મલયગિરિના ચંદનને લેપ આદિ પણ દેહના સંગે અપવિત્ર બને છે. વળી કે દેહ છે? સ્ત્રી–૨જરૂપ માતાનું લેહી અને પિતાના શુક(વીર્ય)થી તેની ઉત્પત્તિ છે. “ભવ-ભાવનામાં કહ્યું છે. "सुक्कं पिउणो माऊए, सोणियं तदुभयपि संसठ्ठ / तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो // 1 // यूकाइसुणयभक्के, किभिकुलवासे य वाहिखित्तेय / देहम्मि अवधुविहुरे सुसाणत्थाणे य पडिबंधो // 2 // ભાવાર્થ - પિતાના શુક્ર અને માતાના લેહીના સંગે ઉત્પન્ન થયેલે આહાર ત્યાં ઉત્પન્ન થયેલે જીવ પ્રથમ ખાય છે. 1 જૂ આદિ તથા શ્વાન આદિના ભક્ષ્યરૂપ, કૃમિકુળ (કીડાના સમૂહ)નું ઘર, વ્યાધિનું ક્ષેત્ર (રેગ ઉત્પન્ન જ્યાં થાય છે તે દેહ) અને સ્મશાન જેનું સ્થાન છે એવા શોભા રહિત દેહમાં જીવ પ્રતિબંધ કરે છે. 2