________________ 14 વિદ્યા-અષ્ટક नित्यशुच्यात्मताख्याति-रनित्याशुच्यनात्मसु / अविद्या तत्वधीविद्या योगाचार्यः प्रकीर्तिता // 1 // - ભાષાર્થ - આત્માથી ભિન્ન અનિત્ય પર સંગને વિષે નિત્યતા એટલે નિત્યપણાની બુદ્ધિ તથા નવદ્વારે વહેતું અપવિત્ર શરીર તેને વિષે પવિત્ર(શુચિ) પણની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદ્ગલ આદિ પદાર્થને વિષે આત્મતા એટલે અહેબુદ્ધિ તથા મમકાર એ અવિદ્યા કહી છે. તત્વથી એટલે શુદ્ધ આત્મદ્રવ્યને વિષે નિત્યતા, શુચિતા, આત્મતા રૂપ બુદ્ધિ કે યથાર્થજ્ઞાન તે વિદ્યા એમ પતંજલિ આદિ યેગવૃષ્ટિવાળા ભેગાચાર્યોએ કહ્યું છે. અનુવાદ:-- અનિત્ય, અશુચિ, અનાત્મ જે, ભાસે નિજ, શુચિ, નિત્ય; અવિદ્યાર્થી, વિદ્યા ઈતર, તત્ત્વથી કહે યેગવિદ્. 1 જ્ઞાનમંજરી --આવું મૌનાષ્ટક (ઉપરના અષ્ટકમાં જણાવેલું મુનિપણું) યથાર્થ વિદ્યાથી તત્વ(આત્મા)માં ઉપગવાળા બુદ્ધિવંતને હોય છે. તેથી વિદ્યાષ્ટકને ઉપદેશ કરે છે. ત્યાં નામવિદ્યા એટલે જીવનું વિદ્યા એવું નામ પાડવું તે નામવિદ્યા પાસા, કેડી કે કોઈ આદિમાં વિદ્યાની સ્થાપના કરવી તે સ્થાપના વિદ્યા દ્રવ્યવિદ્યા તે લૌકિક શિલ્પ આદિ