________________ 202 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી -- (આત્મ) તત્વની એકતામાં પરિણમેલાનું વેગ નિગ્રહરૂપ મૌન એટલે સ્વધર્મના પ્રગટપણાના કર્તા–ભક્તાભાવ પ્રત્યે જેણે સર્વ વીર્ય પ્રવર્તાવ્યું છે, કર્મ દૂર કરવા માટે અપૂર્વકરણ, કિટ્ટીકરણ આદિ પ્રત્યે વીર્થંકિયા પ્રવર્તાવી છે તેથી પરભાવ પ્રત્યે નહીં પ્રવર્તવારૂપ તેનું મૌન– ગની ચપળતાનું રકવું–સર્વોત્કૃષ્ટ છે. જેની ક્રિયા ગુણની ઉત્કૃષ્ટતા માટે પ્રવર્તવારૂપ વીર્યની પ્રવૃત્તિરૂપ છે તેની બધી ક્રિયા ચિન્મય છે એટલે સ્વરૂપજ્ઞાનમય કે આત્માના અનુભવમાં લીનતારૂપ છે. જેમ દીપકની ઊંચી નીચી, આડીઅવળી તિ થવારૂપ બધીય ક્રિયાઓ પ્રકાશમય હોય છે, તેમ પરભાવમાં વ્યાપતા ઉપગ અને અભિસંધિ વીર્ય (પુરુષાર્થ પ્રેરણા) રહિત જે સાધુની વંદન-નમન આદિ ગુણસ્થાન આરોહણરૂપ બધીય કિયા તત્વજ્ઞાનથી પ્રકાશમય હોય છે. તેનું મૌન (મુનિપણું) ઉત્તમ છે. (આકાશની સરખામણી ઉપરની ટીકામાં છે તે અહીં પણ જાણવી.) એ ન્યાયે જ્ઞાનીની ક્રિયા જ્ઞાનીને ઉપકારક જાણવી. જ્ઞાનનયે (જ્ઞાન પ્રધાન) પ્રવર્તતી તત્વમાં એકતાના અધ્યાસવાળા મહાત્માની સ્વરૂપને પોષતી કિયા જ્ઞાનસ્વરૂપ પ્રકાશનું કારણ છે. આચરણ નિમિત્તની અસકિયા અને આચરણ દૂર કરવા માટેની સલ્કિયા નિમિત્તરૂપ હોય છે, તત્વમાં મગ્ન થયેલા મહાત્માને કારણરૂપ થતી નથી, તેથી તત્વજ્ઞાન સ્વરૂપમાં એકતારૂપ ધ્યાનમાં લીન થયેલા મુનિના ચરણકમળમાં નમસ્કાર હો !