________________ 11 નિલીંપાદક 171 ઢંકાયેલા સ્વરૂપને શુદ્ધ કરવા માટે આલંબન લેનાર જીવે જ્ઞાનાદિવડે સ્વભાવને કર્મથી ભિન્ન કરવારૂપ પ્રવૃત્તિ કરવી જરૂરની છે એમ સમજવું. એ સંબંધી “શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે -- नाणं पगासगं सोहगो तवो संजमो उ गुत्तिकरो / तिण्णंपि समाओगे मुक्खो जिणसासणे भणिओ / ભાવાર્થ :-જ્ઞાન પ્રકાશ કરનાર (દીપક) છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે; ત્રણેના સમાયેગે (એક સાથે સાધતાં) જિનશાસનમાં મેક્ષ કહ્યો છે. તથાપિ ઉપદેશપદપ્રકરણમાં ક્રિયાથી થયેલે કર્મક્ષય દેડકાના ચૂર્ણ સમાન કહ્યો છે, અને જ્ઞાનથી કર્મને ક્ષય થાય છે તેને દેડકાની ભસ્મ (રાખ) સમાન કહ્યો છે. મરેલા દેડકાને ખાંડી ચૂર્ણ કરી પાણીમાં નાખવાથી નવાં ઘણાં દેડકા થાય એમ કહેવાય છે તેમ ક્રિયાથી કર્મ દૂર થવાની સાથે નવાં ઘણું કર્મ ઉપાર્જન થાય છે અને મરેલા દેડકાને બાળીને રાખ કરી હોય તે પાણીમાં નાખે તેપણ દેડકાં ન થાય, તેમ જ્ઞાનથી પૂર્વકર્મ છૂટી જાય છે ને નવાં કર્મ બંધાતાં નથી. વળી જ્ઞાન ક્રિયામાંથી એક એકની મુખ્યતા જે સાધન અવસરે (અત્ર) હોય છે, તે ગુણસ્થાન અવસ્થારૂપ ભૂમિકાના ભેદને લઈને હોય છે. ધ્યાન આદિ અવસરે જ્ઞાન મુખ્યપણે હેય છે, બાકીના વખતે કિયા જ મુખ્યપણે હોય છે. તે પ્રકારે સર્વ ઠેકાણે સાધનસામગ્રી યથાયોગ્ય રીતે કરવા ગ્ય છે. “ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે -