________________ 188 જ્ઞાનમંજરી ચીકણી માટીને લેપ કર્યો હોય તે સુકાતાં તતડે અને વિશેષ દુઃખરૂપ થાય તેમ કર્મપુદ્ગલેથી લેપાયેલે આત્મા દુઃખી થયા છતાં તેને તત્ત્વશ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપરમણતાને અંશે પણ અનુભવ થયે નથી; તેથી જ નિસર્ગ અધિગમ આદિ કારણને લઈને, આ જીવ અનાદિ-અનંત (કદી ઉત્પન્ન થયે નથી, અને નાશ પામવાને નથી) છે, અનંતજ્ઞાનાદિ પર્યાયવાળો, અલિપ્ત—અમૂર્ત સ્વભાવવાળો જણાય છે, અને નિર્ધાર થાય છે કે હું સાધ્ય છું, હું સાધક છું, એ પ્રકારે જ્ઞાન, રુચિ અને આચરણરૂપ મુનિસ્વરૂપ છે. વળી હરિભદ્ર પૂજ્ય પડકમાં કહ્યું છે કે - "बालः पश्यति लिंगं, मध्यमबुद्धिविचारयति वृत्तम् / आगमतत्त्वं तु बुधः . परीक्षते सर्वयत्नेन / / " ભાવાર્થ : (હરિગીત) બાળબુદ્ધિ જીવ જુએ વેશ ઉપરને ભલે; વિચારતે મધ્યમ-બુદ્ધિ, પ્રવર્તનમાં કેટલે વિચક્ષણ ક્ષણ ક્ષણ વિચારે બોધ ઉદ્યમ આદરી, તત્ત્વજ્ઞાની ગુરુજનની ક્રિયા સૌ જન હિતકરી. તેથી આત્મતત્વમાં તન્મયતા તે ચારિત્ર છે. 2 તે જ વાત ફરીથી દૃઢ કરે છે : चारित्रमात्मचरणाद् ज्ञान वा दर्शनं मुनेः / શુદ્ધજ્ઞાનને સાર્થ, શિયામાત પિન રૂાા ભાષાર્થ - એ જ અર્થ નય ભેદે વિવરીને (વિસ્તાર કરીને) દેખાડે છે. આત્માને વિષે જ ચાલવું, પુદ્ગલથી